જામનગરમાં રણજીત રોડથી શાકમાર્કેટ સુધી રેંકડીઓનો ત્રાસ દૂર કરવા વેપારી એસોસીએશને મનપાના કમિશ્નરને આવેદન પાઠવ્યું છે. જેમાં ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર આડેધડ રેકડીઓના ખડકલાથી ટ્રાફીક સહીત પારાવાર સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું છે.
રણજીત રોડ વેપારી એસોસિએશને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, જામનગરના રણજીત રોડથી શાકમાર્કેટ સુધીના માર્ગ પર રેકડીઓન આડેધડ ખડકલા રહે છે. અગાઉ આ રેકડીઓને નદીના પટમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ તેનો અમલ થયો નથી.
સવારથી બપોર સુધી રેકડીઓના દબાણથી દુકાનદારોના ધંધા રોજગાર બંધ થઇ જાય છે તો છાશવારે માર્ગ પર ટ્રાફીક જામ થઇ જાય છે. રેકડી ધારકો પારવાર ગંદકી કરે છે તો ગટરના મેઇન હોલ પણ તોડી નાખે છે.
પોલીસ અને મનપાનો સ્ટાફ આવે ત્યારે રેકડી દૂર થાય છે પરંતુ થોડી મીનીટોમાં પુન: ગોઠવાઇ જાય છે. આથી વેપારી અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો