તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar શહેરની સબ પોસ્ટ �ઓફિસમાં ચલણ ન સ્વીકારાતા મુખ્ય કચેરીમાં લાઇનો

શહેરની સબ પોસ્ટ �ઓફિસમાં ચલણ ન સ્વીકારાતા મુખ્ય કચેરીમાં લાઇનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરીની સબપોસ્ટ �ઓફીસોમાં સરકારી ભરતી પરિક્ષાની ફી ના ચલણ સ્વીકારવામાં ન આવતા મુખ્ય પોસ્ટ �ઓફીસમાં અરજદારોની કતારો જોવા મળી રહી છે.પરંતુ સમય પૂર્ણ થતાં અરજદારોને ધરમના ધકકા થઇ રહ્યા છે ત્યારે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

મુખ્ય પોસ્ટ �ઓફીસમાં તલાટી મંત્રી અને જુનિયર કર્લાકની પરિક્ષાના ચલણ ભરવા માટે ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી રહી છે.મુખ્ય પોસ્ટ �ઓફીસમાં આ માટે ફકત બે બારી હોવાને કારણે લાઇનો કચેરીની બહાર સુધી રહે છે.જેના કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. શહેરની સબપોસ્ટ �ઓફીસોમાં ચલણ ન સ્વીકારવામાં આવતા આ સમસ્યા ઉદભવી છે.આટલું જ નહીં મુખ્ય પોસ્ટ �ઓફીસમાં બપોરે 3 વાગ્યા સુધી જ ચલણ સ્વીકારવામાં આવતા લાંબી લાઇન હોવાથી અમુક અરજદારોનો ક્રમ ન આવતા ધરમના ધકકા થઇ થતાં સમય અને નાણાંનો વ્યય થઇ રહ્યો છે.ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અરજદારોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...