તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર દેશમાં 20 મા ક્રમે

સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર દેશમાં 20 મા ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્રારા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ પછી આ વર્ષે પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારોમાં કરેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર જિલ્લો દેશભરમાં 20 માં ક્રમે અને ગુજરાત રાજયમાં 5 માં ક્રમે આવ્યો છે. સર્વેક્ષણમાં વાસ્તવિક નિરીક્ષણ, નાગરીકોના પ્રતિભાવ, સ્વચ્છતામાં કરેલી પ્રગતિનો સમાવેશ કરી મુખ્ય પાંચ સ્થળ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, હાટ બજાર અને ધાર્મિક સ્થળો પર સર્વે કર્યો હતો. આગામી વર્ષે થનારા સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર જિલ્લો પ્રથમ ક્રમ મેળવે તે માટે દરેક ગ્રામીણ કુટુંબોને સ્વચ્છતા લક્ષી ઝુંબેશમાં જોડાવવા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે.

ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્રારા પ્રથમ વખત દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગત તા.1/8 થી 31/8 સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સરકારે નક્કી કરેલી એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં વાસ્તવિક નિરીક્ષણ, નાગરીકોના પ્રતિભાવ, સ્વચ્છતામાં કરેલી પ્રગતિનો સમાવેશ કરી મુખ્ય પાંચ સ્થળ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, હાટ બજાર અને ધાર્મિક સ્થળો પર સર્વે કરી ગ્રામજનો અને ગામના આગેવાનોના અભિપ્રાય,યોજનાકીય વિકાસ અને �ઓનલાઇન જનતાના પ્રતિભાવ લેવામાં આવ્યા હતાં.

જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી અને સાજડીયાળી, કાલાવડ તાલુકાના માછરડા અને જીવાપર, જોડીયાના પીઠડ અને જામનગરના દરેડ અને ખીમરાણા ગામમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ ગાંધીજંયતિના નવી દિલ્હીમાં આયોજીત સમારોહમાં પરિણામોની ધોષણા કરવામાં આવી હતી.જેમાં દેશભરમાં જામનગર જિલ્લાનો 20 મો ક્રમાંક અને રાજયકક્ષાએ પાંચમો ક્રમાંક મેળવ્યો છે.આગામી વર્ષે થનારા સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર જિલ્લો પ્રથમ ક્રમ મેળવે તે માટે દરેક ગ્રામીણ કુટુંબોને સ્વચ્છતા લક્ષી ઝુંબેશમાં જોડાવવા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે.

સર્વેક્ષણમાં આ મુદ્દા ધ્યાને લેવાયા
પાણી ભરેલા ખાબોચિયાની સ્થિતિ

શૌચાલયોની ઉપલબ્તા

વેરાયેલા કચરાની સ્થિતિ

શૌચાલયોની ઉપયોગીતા

નાગરિકોના રૂબરૂ અને �ઓનલાઇન પ્રતિભાવ

શહેર 35થી ગબડી 127મા ક્રમે
દેશભરમાં 485 શહેરોમાં ચાલુ વર્ષે હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરને અગ્રતા ક્રમ મળે તે માટે જામ્યુકો દ્રારા તાલ માલને તાસીરા સાથે શહેરમાં સફાઇ કામગીરી કરી હતી.જેની પાછળ મસમોટો ખર્ચ કર્યો હતો.પરંતુ કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં ગત વર્ષે 35 માં ક્રમે રહેલું જામનગર શહેર 127 મા ક્રમે ફેંકાતા સૌરાષ્ટ્રનું પેરીસ વધુ એક વખત ગોબરૂં હોવાનું પુરવાર થયું હતું.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કલોઝર નોટિસ પાઠવી હોવા છતાં કંપની ધમધમતી હતી
જામખંભાળિયાના ધરમપુરમાં પ્રદૂષણ ફેલાવતી ગજાનંદ બોક્સાઇટ કંપની સીલ
મામલતદારને સાથે રાખી જીપીસીબીના અધિકારીઓ દ્વારા સિલિંગની કાર્યવાહી
ભાસ્કર ન્યૂઝ ખંભાળિયા

જામખંભાળિયાનાં ધરમપુરમાં પ્રદૂષણ ફેલાવતી ગજાનંદ બોકસાઇટ કંપનીને સીલ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા કલોઝર નોટીસ પાઠવી હોવા છતાં કંપની ધમધમતી હતી.મામલતદારને સાથે રાખી જીપીસીબીના અધિકારીઓ દ્રાર સીલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળિયના ધરમપુરમાં આવેલી ગજાનંદ બોકસાઇટ કંપની દ્રારા હવા અધિનિયમ 1981ના ઉલ્લધંન સબબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા બંધ કરવાનો હુકમ કર્યો હતો.આમ છતાં કંપની ધમધમતી હોવાની ફરિયાદના પગલે ગત તા.26/6/18ના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્રારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.જેમાં કંપનીને બંધ કરવાની નોટીસ હોવા છતાં હુકમનો ઉલાળિયો કરી કંપની દ્રારા ઉત્પાદન કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું.આથી જીપીસીબીના અધિકારીઓ દ્વાર મામલતદારને સાથે રાખી શુક્રવારના ગજાનંદ બોકસાઇટ કંપનીની જગ્યા અને મશીનને સીલ કરવામાં આવ્યા હતા.કંપનીને સીલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.

રોટરી કલીનમાં બળતણ તરીકે ઉપયોગ સહીતની ક્ષતિઓ
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સર્વે નં.454 વાળી જગ્યામાં કાર્યરત ગજાનંદ કંપનીમાં કરેલી તપાસમાં રોટરી કલીનની ચીમનીની અપૂરતી ઉંચાઇ,એલીવેશનમાં લીકેજ, વાહનોની અવરજવરના કારણે ધૂળનો સંચય, એકમમાં ડસ્ટ,સપ્રેશનની વ્યવસ્થાનો અભાવ,બોર્ડની પૂર્વ મંજૂરી વગર પેટકોકનો રોટરી કલીનમાં બળતણ તરીકે ઉપયોગ સહીતની ગંભીર ક્ષતિઓ ખૂલી હતી.

અન્ય સમાચારો પણ છે...