તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જોડિયાના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જોડિયાના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર પેરોલ ફર્લો સ્કવોડે જોડીયાના પીઠડ ગામેથી છેતરપીંડી પ્રકરણમાં સંડોવાયા બાદ નાસતા ફરતા આરોપીને પકડી પાડી તેનો કબજો જોડીયા પોલીસને સોંપી આપ્યો છે.જોડીયા પંથકના પીઠડ ગામે રહેતા સાહીલ કરીમભાઈ જસરાયા સહીતનાઓ સામે રૂ.3.04 લાખની કિંમતના 20 એલઇડી ટીવીની છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો જે છેતરપીંડી પ્રકરણમાં આ શખ્સ નાસતો ફરતો રહયો હોવાનુ ખુલ્યુ હતુ.જે દરમ્યાન જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ હે.કો.વનરાજભાઇ મકવાણા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો. આરોપી પીઠડમાં હોવાની બાતમી મળતા પોલીસ ટીમે સાહીલ જશરાયાની અટકાયત કરી હતી પેરોલ ફર્લો સ્કવોડએ તેનો કબજો જોડીયા પોલીસને સોંપી દીધો હતો.જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દોઢ-બે દિવસના સમયગાળા દરમ્યાન જ જુદા જુદા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને પકડી પાડી પોલીસ મથકને કબજો સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...