તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતો આરોપી ઝબ્બે

જામનગરમાં ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતો આરોપી ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડે જુદા જુદા સ્થળેથી બાતમીના આધારે એકાદ વર્ષ પુર્વેની ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી ને પકડી સ્થાનિક પોલીસને સુપરત કરવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં વર્ષ 2017 દરમ્યાનના ચોરીના એક ગુનામાં સંજય ઉર્ફે કારીયો ભીમજીભાઈ મકવાણા(રે.દરેડ)ની સંડોવણી ખુલવા પામી હતી ત્યારબાદ આ શખ્સ નાશી છુટયાનુ બહાર આવ્યુ હતુ. આ આરોપી 49-દિગ્વિજય પ્લોટમાં આવ્યો હોવાની એબ્સકોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળતા પીએસઆઈ લગારિયાની ટીમે દોડી ગઇ હતી. પોલીસે અટકાયતમાં લઈ તેનો કબજો સિટી-સી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં પીનાકીન જયંતીભાઇ પટેલ સામે પણ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધાયો હતો જે કેસમાં ઉપરોકત આરોપી એક વર્ષથી નાસતો ફરતો હોવાનુ ખૂલ્યુ હતુ.જે આરોપી જામનગરના બસ સ્ટેશન પાસે હોવાની બાતમી મળીતા પકડી પાડી મહિલા પોલીસ સ્ટેશનને કબજો સુપરત કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...