તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં યુવા જોડો અભિયાન દ્વારા રાજીવગાંધી જન્મ જંયતીની ઉજવણી

જામનગરમાં યુવા જોડો અભિયાન દ્વારા રાજીવગાંધી જન્મ જંયતીની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા યુવા જોડો અભિયાન દ્વારા રાજીવગાંધી જન્મ જંયતિની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે યુવક કોંગ્રેસ દ્રારા રોજગાર મારો અધિકાર ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

20 ઓગષ્ટ એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની જન્મ જંયતિની ઉજવણીના ભાગરૂપે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્રારા શહેરમાં યુવા જોડો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં.તદઉપરાંત યુવાનોમાં બેરોજગારી મુદે રોજગાર મારો અધિકાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેમાં બેરોજગારોના માહીતી ફોર્મ ભરી આગામી દિવસોમાં રાજયસરકારને ધેરાવ કરવામાં આવશે.આ તકે સમગ્ર ગુજરાતના ફોર્મનું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની જન્મ જંયતિની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...