તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં ચાર વીજપોલ તૂટી પડ્યા

શહેરમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં ચાર વીજપોલ તૂટી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના પાર્કકોલોની વિસ્તારમાં તોતીંગ વૃક્ષ ધરાશાહી થતાં 4 વીજપોલ તૂટી જતાં અને એક વીજપોલ બેન્ડ વળી જતાં અફડાતફડી મચી ગઇ હતી.વૃક્ષ અને વીજપોલ માર્ગ પર પડતા એક કલાક વાહનવ્યવહાર બંધ રહ્યો હતો.કલાકો સુધી વીજળી ગુલ રહેતા રહેવાસીઓમાં દેકારો બોલી ગયો હતો. શહેરના પોશ પાર્કકોલોની વિસ્તારમાં શનિવારે બપોરે 3 વાગ્યા આસપાસ મનપાના કમિશ્નર બંગલા નજીક આવેલું એક તોતીંગ વૃક્ષ અચાનક તૂટી પડયું હતું.તોતીંગ વૃક્ષ આજુબાજુ આવેલા ચાર સિમેન્ટના અને એક લોખંડના વીજપોલ પર પડયું હતું.આથી ચાર સિમેન્ટના પોલ તૂટી ગયા હતાં.જયારે લોખંડનો વીજપોલ બેવડો વળી ગયો હતો. વૃક્ષ અને વીજપોલ માર્ગ પર પડતા વાહનવ્યવહાર ઠપ થયો હતો.આટલું જ નહીં વીજપોલ તૂટતા કલાકો સુધી વીજળી ગુલ થઇ ગઇ હતી.વૃક્ષ અને વીજપોલ તૂટવાથી અફરાતફરી મચી હતી.

સદનસીબે કોઇ જાનહાનિ નહીં
પાર્કકોલોનીમાં વાહનોની સતત અવરજવર રહે છે.ત્યારે વૃક્ષ અને વીજપોલ ધરાશાહી થયા તે સમયે સદનસીબે કોઇ વાહનચાલક કે રાહદારી ન નીકળતા જાનહાનિ ટળી હતી.બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

ફાયરબ્રિગેડે વૃક્ષ ઉપાડતા વાહનવ્યવહાર પૂર્વવત
વૃક્ષ ધરાશાહી થવાથી ચાર વીજપોલ તૂટયા હોવાની જાણ ફાયરબ્રિગેડને થતાં ચીફ ફાયર ઓફીસર બિશ્નોય સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને માર્ગમાં અવરોધરૂપ વૃક્ષ અને વીજપોલ દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...