તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડના નિકાવા ગામે વીજકર્મચારી પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા અને વિજ કંપનીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી પર ઘોકા વડે હુમલો કરી બેફામ ઢીંકાપાટુ વરસાવી હડધુત કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ ત્રણ શખ્સો સામે નોંધાવાઇ છે.એકાદ દિવસ પુર્વે થયેલી બોલાચાલીનુ મનદુ:ખ રાખી આ હુમલો કરાયાનુ બહાર આવ્યુ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ તાલુકાના નિકાવામાં રહેતા અને પીજીવીસીએલ કંપનીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા મુળ મહીસાગર જિલ્લાના બેણાંદા ગામના વતની રામસંગભાઇ નાનાભાઇ કલાસવા નામના વિજ કર્મચારીએ પોતાના પર ઘોકા વડે હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી હડધુત કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ ગુલુભાઇનો દિકરો રશીભાઇ ફકીર, દિવાન ફકીર ઉપરાંત એક અજાણ્યા શખ્સ સામે નોંધાવી છે.એકાદ દિવસ પુર્વે સામાવાળાના પિતા સાથે થયેલી બોલાચાલીનુ મનદુ:ખ રાખીને આ હિચકારો હુમલો કરાયાનુ જાહેર થયુ છે.

વિજ કર્મચારી પ્રૌઢ સવારે પોતાની ફરજ બજાવવતા જતા માર્ગ પર પાનની દુકાને ચા પાણી પી રહયા હતા જે દરમ્યાન ત્રણેય શખ્સોએ ધસી આવી એકસંપ કરી માર મારી હડધુત કરી ફરજમાં રૂકાવટ કર્યાનુ જાહેર થયુ છે.કાલાવડ પોલીસે ત્રણેય સામે એટ્રોસીટી એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે નાના એવા નિકાવામાં ભારે ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...