• Gujarati News
  • ઝેર ફેલાવતું અટકાવવા કટિબધ્ધ થઇએ

ઝેર ફેલાવતું અટકાવવા કટિબધ્ધ થઇએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંથયેલા રીસર્ચ જોઇએ તો વિશ્વમાં તમાકુ અને તેનાથી બનતી પ્રોડકટથી ઘણા લોકોના મૃત્યુ થાય છે તમાકુ અને તેના અન્ય રીતે થતાં ઉપયોગથી થતું માનવને નુકશાન અટકાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ બીડું ઝડપ્યું છે જેમાં દર 31 મે વિશ્વમાં તમાકુનું સેવન નહી કરવાનુ અને તેનાથી થતાં આરોગ્યને થતું નુકશાન અટકાવવાનો છે, પ્રથમ અમલ 1987થી ઠરાવ પસાર કરી સભ્ય દેશોએ અમલ શરૂ કર્યો હતો.

ખાસ યુવાનોને તમાકુના સેવનથી દુર રાખવા માટે પત્રિકાઓ, પોસ્ટર, જાહેરાત અને ટીવી દ્વાર જાગૃતિ લાવવી જેમાં પોતાને થયેલ નુકશાન વ્યકતિ સ્વમુખે કહેતો હોય કારણ કે તમાકુ અન્ય માદક દ્રવ્યો સાથે પણ ગેરકાયદે પણ વપરાય છે, તમાકુ અને તેની અન્ય પ્રોડકટના ગેરકાયદે ઉપયોગથી વૈશ્વિક આરોગ્ય, આર્થિક અને સલામતીના પ્રશ્નો ઉભા થાય છે.

અંગે વિસ્તૃત વિગત અાપતા મેડીકલ કોલેજના ટયુટર ધર્મેન્દ્ર રાવલએ જણાવ્યું હતું કે, સૌથી વધુ ઉપાય અસરકારક માંગ ઘટાડવાનો છે અને વપરાશ તમાકુ ઉત્પાદનો પરંતુ ગેરકાયદે વેપાર, કરવેરા નીતિઓ ઢાંકી દે છે યુવાનો દ્વારા તમાકુનો ઉપયોગ સમજશકિત સરળ અને સમાજ અંદર આરોગ્ય અસમાનતા વધ છે.

બીજુ ગેરકાયદે વેપારથી સરકારો માટે ઓછી આવક થાય છે સરકારો ક્ષમતા સારી શાસન પુરી પાડી શકતી નથી છે તે પણ િરસોર્સ ફાળવણી માટે ઘટાડે છે બાકી આવક અન્યથા હેલ્થકેર સહિત જાહેર સેવાઓની જોગવાઇ પર ખર્ચવામાં કરી શકાય છે.

ડેન્ટલ કોલેજમાં વિશેષ કાર્યક્રમ

જામનગરનીસરકારીડેન્ટલ કોલેજમાં 31 મેના રવિવારે સવારે 10 થી 1 સુધી રૂમ નં. 220માં પ્રદર્શન દાંતનું ચેકઅપ સહિતના વિશેષ કાર્યક્રમો યોજાશે.

ભારતમાં રોજના 3000 મૃત્યુ તમાકુથી થાય છે

ભારતનંુચિત્રજોઇએ તો વર્ષે આશરે 9 લાખ રોજના 3000 મૃત્યુ તમાકુ અને તેની બનાવટથી થાય છે, તમાકુ ગરીબોના ખીસ્સામાંથી 6000 કરોડ સેરવી લે છે આંકડા કહે છે કે અકસ્માતથી થતા મૃત્યુ કરતા તમાકુ અને તેની બનાવટથી 12 ગણા વધુ મૃત્યુ થાય છે અત્યારે 2 કરાેડ નિયમિત તમાકુનું સેવન કરે છે. જેમાં 21 ટકા યુવાનો અને વર્ષે બાળકો સહીત 10 લાખ ઉમેરાય છે, સ્ત્રીઓમાં તમાકુ વ્યસન પ્રમાણ વધીને 11 ટકા થયું છે. ઉત્પાદનમાં 520 મિલીયન િક.ગ્રા. થાય છે, ગેરકાયદે ઉત્પાદન અલગ જેના કારણે વિશ્વમાં મોઢાના કેન્સરના દર્દિઓ વધુ જોવા મળે છે.

વિશ્વ ટોબેકો ડે