• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં શિવાજીની પ્રતિમા મૂકવા માટેની માગણી સાથે રસ્તા રોકો કરાયું

જામનગરમાં શિવાજીની પ્રતિમા મૂકવા માટેની માગણી સાથે રસ્તા રોકો કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેયરને આવેદનપત્ર આપી તુરંત પ્રતિમા લગાવવાની માંગણી

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરનીધર્મ પ્રેમી જનતાની માંગને સતાધીશો 10 વર્ષથી અવગણના કરતા આવ્યા છે વિર છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ ધર્મના રક્ષક હતાં અને તેમણે હિન્દુ ધર્મ રક્ષા માટે ઘણા મોટા યુધ્ધો કરેલા છે જેની ઇતિહાસ સાક્ષી પુરે છે તેવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાં જામનગરમાં મુકવા માટે થઇને 10 વર્ષથી રજુઆત કરતા હોવા છતા પણ પ્રતિમા મુકવા માટે સતાધીશો રજુઆત ધ્યાને લેતા નથી 2011માં આસવાસન રૂપી કહયું કે જામનગર શહેરના ખંભાળિયા નાકા વિસ્તાર સામે પ્રતિમા મુકવાનું મંજુર કરેલું છે તે જગ્યા ફાળવેલી છે પરંતુ ત્યાં કયા કારણસર વિર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને બદલે લાઇટીંગ સાથે કમળ મુકેલા છે શું વિર છત્રપતિ શિવાજી મહારાજ કરતા પણ કમળનું મહત્વ મોટું છે ? તો શું જામનગર શહેરમાં વિર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નહી મુકવામાં આવે ? માત્ર સતાધીશોની મન માની ચાલશે ? જામનગરની ધર્મપ્રેમી જનતાની રજુઆતને ન્યાય નહી મળતા તેવી અનેક સવાલો લોકો પુછી રહ્યા છે ત્યારે શિવસેના દ્વારા જામનગર શહેરમાં રસ્તા રોકો આંદોલન અને ધરણા કરવામાં આવ્યા હતાં અને મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તુરંત યોગ્ય સ્થળ પર પ્રતિમા લગાવવા માંગણી કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં વિર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા યોગ્ય જગ્યા પર મુકવા માટેની રજુઆતને ખાસો એવો સમય પસાર થયેલો હોય પણ કોઇપણ પ્રકારનો પ્રતિસાદ ના મળતા શિવ સેના દ્વારા જામનગર શહેરમાં રસ્તા રાેકો આંદોલન અને ધરણા કરવા મજબુર હોય તો જામનગરની ધર્મપ્રેમી જનતાના ન્યાય માટે શુક્રવાર સવારે લાલબંગલો સર્કલ પર રસ્તા રોકો આંદોલન અને ધરણા કરવામાં આવ્યા હતાં જેમાં સામાન્ય લોકો પણ હિન્દુસેના સાથે જોડાયા હતાં અને મેયરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

રેલી | િશવસેના સાથે સ્થાનિક લોકો પણ જોડાઇ ગયા

અન્ય સમાચારો પણ છે...