• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરમાં ભારે ચકચાર મચાવનાર ઇવા પાર્કની 100 કરોડની

જામનગર શહેરમાં ભારે ચકચાર મચાવનાર ઇવા પાર્કની 100 કરોડની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં ભારે ચકચાર મચાવનાર ઇવા પાર્કની 100 કરોડની જમીન પ્રકરણમાં કથિત વકીલની હત્યા પણ થઇ છે. જેને લઇને શહેરભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભૂમાફીયા જયેશ પટેલ અને વી.પી. મહેતા વચ્ચે જમીન માટે ચાલતા જંગ એક સમયે સમાધાન થઇ ગયું હતું. પરંતુ વી.પી. મહેતાએ જમીન વેચવાનું શરૂ કરતા દુબઇ નાશી છુટેલા ભૂમાફીયા જયેશ પટેલે તેના વકીલ મારફતે જમીન ન લેવા નોટીસ ફટકારતા ફરી આ કેસ ઉખડયો છે જેને ભારે ચર્ચા જગાવી છે.

બિલ્ડર વી. પી. મહેતાની જમીન ભૂ માફિયા જયેશ પટેલે પોતાના સાથીઓના નામે જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા, ત્યાર પછી વી. પી. મહેતાની ફરિયાદ પછી પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી હતી અને જયેશ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા જયેશ પટેલને જેલમાં જવું પડ્યું હતું, ત્યાર બાદ પોલીસની દરમિયાનગિરી થકી દસ્તાવેજો થઇ ગયા પછી વી. પી. મહેતા સાથે સમાધાન થયા પછી જયેશ પટેલનો જેલમાંથી છુટકારો થયો હતો. જેલમાંથી આવીને જયેશ પટેલ વિદેશ નાસી ગયો હતો અને ત્યારબાદ વી. પી. મહેતા એટલે કે ફરિયાદ વકીલ કિરીટ જોશીની હત્યા થઇ હતી. બુધવારના જામનગરમાં ઇવા પાર્કની જમીનમાં વી. પી. મહેતાએ બાંધકામ શરૂ કર્યા સામે ભૂ માફિયાના જયેશના ભાઈ વતી વકીલે એક જાહેર નોટિસ કમ ચેતવણી આપી છે અને એમાં લખવામાં આવ્યું છે કે જે તે સમયે અમરીશ મહેતાના કુલમુખત્યારનામાંથી વેચેલી જમીનના દસ્તાવેજ થયેલા છે એ હજી અસ્તિત્વમાં જ છે, આ જમીનમાં હાલ બાંધકામ શરુ કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર છે, એ સૌ કોઈએ નોંધ લેવી, એવી વકિલ માનસત્તા એન્ડ માનસત્તા એસોસિએટ્સના નામથી છપાયેલી છે. જે સમયે વી. પી. મહેતાએ જયેશ પટેલ વિરુદ્ધ જમીન હડપ કરવા અંગે ફરિયાદ આપેલી હતી, અને ત્યારબાદ જયેશ પટેલને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી આપ્યો હતો, ત્યાર પછી જયેશ પટેલ અચાનક જેલમાંથી છૂટી ગયો ત્યારે બજારમા એવી ચર્ચા ચાલી હતી કે પોલીસના દબાણથી જયેશ પટેલે પચાવી પડેલી ઇવા પાર્ક વારી જમીનના દસ્તાવેજ ફરી અમરીશ મહેતાના નામે કરી આપ્યા હતા, તો જ જયેશ પટેલનો જેલ છુટકારો થયો હતો. ત્યાર પછી વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થઇ અને તેના મુખ્ય કાવતરાખોર તરીકે ભૂ માફિયાનું નામ આવ્યું, અને જયેશ પટેલના નામ જોગ ફરિયાદ થઇ છે અને આ કાવતરામાં સામેલ કેટલાક આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા અને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. દરમિયાન હત્યાનું જે કારણ બહાર આવ્યું તેની મૂળમાં ઇવા પાર્કની જમીન છે, ઇવા પાર્કની જમીન ફરી ચર્ચામાં આવી ગઈ છે, જયેશ તરફેની નોટિસ એમ બતાવે છે કે આ જમીનના દસ્તાવેજ હજી પણ જયેશ પટેલે વેચેલા માલિકના નામે જ બોલે છે, એટલે કે કોર્ટમાંથી જામીન ઉપર છુટવા માટે જ વી. પી. મહેતા સાથે સમાધાન કર્યું હતું, દસ્તાવેજ ટ્રાન્સફર નહોતા કરાયા.

અન્ય સમાચારો પણ છે...