• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરનો વિકાસ થતાં બાંધકામો, રેકડીઓના જંગલો, રખડતા ભટકતા પશુઓની

જામનગરનો વિકાસ થતાં બાંધકામો, રેકડીઓના જંગલો, રખડતા ભટકતા પશુઓની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરનો વિકાસ થતાં બાંધકામો, રેકડીઓના જંગલો, રખડતા ભટકતા પશુઓની સમસ્યા સર્જાઇ રહી છે, તેવામાં લગ્નસમારાેહના વરઘોડાના પ્રોસેશનો દ્વારા લાંબા સમય સુધી જાહેર રોડ પર બેન્ડવાજા અને ડીજેના સંગીત સાથે ટ્રાફિક અવરોધાય તે રીતે રમવામાં આવતા હોવાથી ટ્રાફિક જામ થઇ જતા હોય છે. આવી સમસ્યાઓના લીધે નગરજનોને ભારે હાડમારી ભોગવવી પડતી હોવાથી જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે અને પોલીસ પરવાનગી ફરજીયાત કરવા માંગણી કરવામાં આવી છે.

શહેરમાં આવેલ મુખ્ય વિસ્તાર બેડીગેઇટ, દિપક ટોકીઝ રોડ, ગ્રેઇન માર્કેટ, ચાંદીબજાર, પંચેશ્વર ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇચોક, ખંભાળિયા ગેઇટ, દિગ્વિજય પ્લોટ, પવનચકકી સહિતના ધમધમતા અને ગીચ વિસ્તારોમાં અનેક સમાજની વાડીઓ, પાર્ટી પ્લોટ આવેલા છે અને સમગ્ર વર્ષમાં આઠ માસ સુધી નાના-મોટા લગ્ન પ્રસંગો યોજાતા હોય છે. અા પ્રસંગોમાં તમામ વિસ્તારોમાંથી લગ્નના પ્રોસેશનો દિવસ તથા રાત્રીના પસાર થતા હોય છે. આવા સંગીતના ઉપકરણાે સાથે જાહેર રોડ પર દાંડીયારાસ રમી, આતશબાજી કરી પ્રદુષણ ફેલાવામાં આવતા હોય છે અને ટ્રાફિક સમસ્યામાં વધારો કરવામાં આવતો હોવાથી આ પ્રશ્ન કાયમી રીત હલ કરવા અને તમામ અંગે પરવાનગી ફરજીયાત બનાવવા માટે જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા િજલ્લા કલેકટર, પોલીસવડા, કમિશરને લેખિતમાં પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...