લેણા વસૂલાત વેગવંતી કરવા કલેક્ટરની તાકીદ

સંકલન અને ફરિયાદની બેઠક યોજાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - લેણા વસૂલાત વેગવંતી કરવા કલેક્ટરની તાકીદ
જામનગર જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન અંગે તથા જુદી-જુદી કચેરીઓમાં કામ સહિત લાેકોની અરજીઓ અને પ્રશ્નોના નિકાલ અંગે ચર્ચા કરી નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી. સરકારની જુદી-જુદી કચેરીઓ હસ્તકના લેણા વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા તથા લોકો તરફથી મળેલ અરજીઓનો ઝડપી નિકાલ થાય, નાગરીક અધિકારપત્ર, કચેરી હસ્તકના અવેઇટ કેશ, પેન્શન કેશો, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેશો, મંત્રી અને ધારાસભ્યો તરફથી મળેલ પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવા અધિકારીઓને સુચનો કર્યા હતા.

X
Jamnagar - લેણા વસૂલાત વેગવંતી કરવા કલેક્ટરની તાકીદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App