જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની કામચલાઉ મતદાર યાદી જાહેર

મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ 20મીના જોવા મળશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની કામચલાઉ મતદાર યાદી જાહેર
જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડની કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં દાવા-વાંધા નિકાલ કરવા કચેરીનો સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવાયંુ છે. કામચલાઉ મતદાર યાદીની પ્રમાણિત નકલ તા.1થી પ્રાંત કચેરી જામનગર ગ્રામ્યની કચેરીના કામકાજના સમય દરમિયાન જોવા મળશે. ઉપરાંત જિલ્લા રજીસ્ટ્રાર કચેરી શહેર તથા જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ તાલુકો કાલાવડમાં જોવા મળશે. કામચલાઉ મતદાર મંડળીના નામ, સરનામા અને મત આપવા માટેના અધિકૃત પ્રતિનીધીના નામ બાબતે કોઇ દાવા-વાંધા હોય તો તા.17ના બપોરે 3 સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી જામનગરમાં રજુ કરવાના રહેશે .દાવા-વાંધાના નિકાલ કરવાની છેલ્લી તા.18 રહેશે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી તા. 20ના પ્રાંત કચેરી જામનગર ગ્રામ્યની કચેરીના કામકાજના સમય દરમિયાન જોવા મળશે તથા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી અને જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ તાલુકો કાલાવડમાં મળી રહેશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે.

X
Jamnagar - જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની કામચલાઉ મતદાર યાદી જાહેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App