ટ્રકચાલક ચા-પાણી પીવા ગયો, તસ્કરો ટ્રક હંકારી ગયા

સિક્કા પાટિયા પાસે રોડ પરની ઘટના ચાવી રાખીને જતા તસ્કરો કળા કરી ગયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - ટ્રકચાલક ચા-પાણી પીવા ગયો, તસ્કરો ટ્રક હંકારી ગયા
જામનગર નજીક સિકકા પાટિયા પાસે ટ્રક ચાલક રોડ પર ટ્રક ખુલ્લો મૂકી ચાવી તેમાં રાખી ચા-પાણી પીવા જતાં પાછળથી તસ્કરો ટ્રક હકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોરબંદરના રાણવાવ તાલુકાના આદિતપરામાં રહેતા બાબુભાઇ છગનભાઇ કારાવદરા (ઉ.વ.40)એ ગત 2 સપ્ટેમ્બરના ડમ્પર નં.જીજે-01-સીવી-2290 સિકકા પાટિયા નજીક જાહેર રોડ પર રાત્રીના 12 વાગ્યા આસપાસ પાર્ક કર્યો હતો. બાબુભાઇ ટ્રક ખુલ્લો મુકી ચાવી તેમાં રાખી નજીકની હોટલમાં ચા-પાણી પીવા ગયા હતાં. અજાણ્યા શખ્સો બાબુભાઇનો ટ્રક હકારી ગયા હતાં. બનાવ અંગે બાબુભાઇએ રૂ.500000ની કિંમતનો ટ્રક તસ્કરો હકારી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

X
Jamnagar - ટ્રકચાલક ચા-પાણી પીવા ગયો, તસ્કરો ટ્રક હંકારી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App