નર્મદાના વોટર ચાર્જના 133 કરોડ બાકી

જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટેની યોજના હેઠળ વાર્ષિક કરોડ-દોઢ કરોડ જામપા ભરે છે છેલ્લા 15...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - નર્મદાના વોટર ચાર્જના 133 કરોડ બાકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને પાણી પુરૂ પાડવા નર્મદાનું પાણી નિયમિત રીતે મેળવવામાં આવે છે. જમપાને ભરવાપાત્ર થતા પૈસા છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી બાકી બાેલે છે. હાલ મહાપાલિકાના માથે 133 કરોડથી વધુ રકમ બાકી બોલે છે અને વાર્ષિક 12 ટકા લેખે વ્યાજ પણ ચડે છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેર વિસ્તારમાં દૈનિકના બદલે વર્ષોથી એકાંતરે અને અમુક વિસ્તારોમાં તો ત્રણ-ચાર દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરની દરરોજની 125 એમએલડી પાણીની જરૂરીયાત પૂરી કરવા મહાપાલિકા દ્વારા ઉંડ-1, આજી-3, રણજીતસાગર અને સસોઇ ડેમમાંથી પાણી મેળવવામાં આવે છે. આ ઉપરાંત બાકી રહેતા જથ્થા માટે નર્મદાના પાણી પર આધારીત રહેવું પડે છે. પરંતુ મહાપાલીકા દ્વારા છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી નર્મદાના પાણીના બાકી રહેતા 133 કરોડ જેવી રકમ ભરી નથી. એક તરફ મહાપાલિકા પાણી વેરો ન ભરે તેના નળ કનેકશન કાપી નાખે છે, બીજી બાજુ પોતે જ પાણીના પૈસાનું વ્યાજ સહિત જંગી દેણું કરીને બેઠી છે. જેનો ભાર અંતે પ્રજા પર જ પડે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા વખતો-વખત નોટીશો આપવા છતાં મહાપાલિકા કયારેક 50 લાખ 1 કરોડ જેવી મામુલી રકમ ભરી પોતાની હાલત ખસ્તા હોવાનાે હવાલો આપે છે. જેના કારણે અમુક સમય પાણી પુરવઠા વિભાગ પાણીના જથ્થામાં પણ કાપ મૂકે છે.

સ્વભંડોળમાં પૈસા હોય તો આપીયે : ચીફ એકાઉન્ટન્ટ

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલનો સંપર્ક સાંધતા તેમણે રૂા. 133 કરોડ બાકી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતંુ કે, જયારે સ્વભંડોળમાં પૈસા હાેય ત્યારે 1 કરોડ કે 50 લાખ આપીયે છીએ બાકી પૈસા નથી તો કયાંથી અપાય. આ ઉપરાંત તેમણે નર્મદાના બાકી પૈસા ના વ્યાજ માફી અંગે સરકારમાં દરખાસ્ત કરી હોવાનંુ જણાવી વ્યાજના પૈસા તેઓ ગણકારતા ન હોવાનું કહયું હતું.

1000 લિટરે રૂા. 6 ચૂકવવાના

જામનગર મહાનગરપાલિકા જે પાણી નર્મદાથી મેળવે છે તે માટે 1000 લીટરે રૂા. 6 ચુકવવાના હોય છે. નિયત જથ્થા કરતા વધુ પાણી મેળવે તો 1000 લીટરે રૂા. 12 ચુકવવાના હોય છે. જેનું હાલ બાકી લેણું રૂા. 133 કરોડ છે જેનું 12 ટકા વાર્ષિક વ્યાજ લાગે છે.

વર્ષથી વધુ સમયથી બાકી : કાર્યપાલક

પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર લક્ષ્મણભાઇ કોટાના આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતંુ કે, લગભગ 15 વર્ષથી કરાેડો રૂપિયાની લેણી રકમ બાકી છે. જેનું અમે વ્યાજ ચઢાવીએ છીએ. બાકી વખતો વખત નોટીશ આપીએ છીએ તેમજ પાણીના જથ્થામાં કાપ મુકી શકાય પરંતુ પાણી બંધ નથી કરી શકાતું. આ ઉપરાંત વ્યાજ માફી અંગે તેમને સરકારમાંથી કંઇ સૂચના ન હોવાનું જણાવ્યું હતું.

વેરા વર્ષનો પાણી 170 દિવસ

જામનગર મહાનગરપાલિકા શહેરીજનો પાસેથી 365 દિવસનો પાણી વેરો ઉધરાવે છે. જેના ઘરવપરાશના રૂા. 900 હાઇરાઇસ બિલ્ડીંગોને મીટરથી તેમજ કોમર્શિયલના ત્રણ ગણો વેરો ઉધરાવે છે. પરંતુ મહાપાલીકા પાણી વિતરણ વર્ષમાં માંડ 170 દિવસ આપે છે અને વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

X
Jamnagar - નર્મદાના વોટર ચાર્જના 133 કરોડ બાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App