Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - મતદારયાદી કામગીરીના અનાદર બદલ આચાર્ય સહિત 9 સામે વોરંટ

મતદારયાદી કામગીરીના અનાદર બદલ આચાર્ય સહિત 9 સામે વોરંટ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:31 AM

ખંભાળિયામાં શિક્ષણ વિભાગના કર્મીઓ સામે તંત્રનું આકરું પગલું

  • Jamnagar - મતદારયાદી કામગીરીના અનાદર બદલ આચાર્ય સહિત 9 સામે વોરંટ
    દ્વારકાના ખંભાળિયામાં હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં તાલુકાના ગામડે ગામડે મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે મામલતદાર કચેરી દ્વારા બુથ લેવલ ઓફીસર (BLO) તરીકે શિક્ષકોની મતદારયાદીના કામે નિમણુંક કરવામાં આવી છે.જેમાં નવ શિક્ષણ વિભાગના શિક્ષક,ક્લાર્ક અને આચાર્ય સહિત નવ બીએલઓ ફાળવેલ બુથ પર હાજર ન રહ્યા હોય તેમજ તાલીમમાં પણ ગેરહાજર રહ્યા હતાં.તથા મતદાર યાદીમાંથી હાજર થવા અંગેની વારંવાર સુચના છતા ગેરહાજર રહેતા મામલતદાર દ્વારા નવની તાત્કાલીક ધરપકડ કરી મામલતદાર કચેરીમાં હાજર કરવા પકડ વોરંટ પોલીસ સમક્ષ રજુ કરાયું છે.

    દ્વારકા જિલ્લાના 81 ખંભાળિયા મતદાર વિસ્તારમાં હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

    જેમાં તાલુકાના ગામડામાં મતદારયાદી સુધારણામાં મામતદાર કચેરી દ્વારા બુથ લેવલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવી છે.અને ફાળવેલ બુથ પર હાજર રહી મતદાર લગત ફોર્મ સ્વીકારવાની તેમજ અન્ય આનુસંગિક કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે.છતા સુચનાનો અનાદર કરીને તા.16/9 ના રોજ તાલુકાના નવ બુથ કેન્દ્રો પર શિક્ષણ વિભાગના શિક્ષક,આચાર્ય અને ક્લાર્ક સહિત નવ કર્મીઓ ગેરહાજર રહ્યા હતાં.અને બીએલઓ રજીસ્ટર,નવા ફોર્મ અને અન્ય જરૂરી સાહિત્ય સ્વીકાર્યું ન હતું.પરિણામે નવ બુથ પર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કામગીરીમાં વિક્ષેપ થયો હતો. તાલુકાના બુથ પર ગેરહાજર રહેલ નવ કર્મીઓને કચેરીમાં હાજર થવા મતદારયાદી શાખામાંથી વારંવાર સુચના આપવા છતા રૂબરૂ હાજર થયા ન હતાં.અને મતદારયાદી સુધારણા કાર્યક્રમની રાષ્ટ્રિય કામગીરીનો અનાદર કરવા સબબ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950 ની કલમ-32ને ધ્યાને લઇ મામલતદાર કચેરી દ્વારા નવ કર્મીઓને તાત્કાલીક પકડીને કચેરી સમક્ષ હાજર કરવા પોલીસને વોરંટ બજવતા શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    ગેરહાજર રહેલા બૂથ લેવલ ઓફિસર

    કર્મચારીનું નામ બુથ નંબર હોદ્દો

    ચૌધરી જાગૃતિબેન બી વાડીનાર-1 મ.શિક્ષક

    ગોપાલભાઇ નકુમ 132-ખંભાળિયા-25 મ.શિક્ષક

    રાજેશ ભનુભાઇ ચાવડા 81-કુબેર વિસોત્રી આચાર્ય

    કરમુર હેમતભાઇ પી 46-સલાયા-20 મ.શિક્ષક

    કૌશીકકુમાર રમેશચંદ્ર દવે 34-સલાયા-8 મ.શિક્ષક

    પંડ્યા ઉર્મીશ એમ 35-સલાયા-9 ક્લાર્ક

    નીતેષ ખીમાભાઇ ડાંગર 25-ગોઇજ-1 આચાર્ય

    વાંક જીતેશકુમાર બી 30-સલાયા-4 મ.શિક્ષક

    જાવેદ એમ મેર 82-દાતા-1 મ.શિક્ષક

    ભાસ્કર ન્યુઝ | જામનગર

    દ્વારકાના ખંભાળિયામાં હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં તાલુકાના ગામડે ગામડે મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે મામલતદાર કચેરી દ્વારા બુથ લેવલ ઓફીસર (BLO) તરીકે શિક્ષકોની મતદારયાદીના કામે નિમણુંક કરવામાં આવી છે.જેમાં નવ શિક્ષણ વિભાગના શિક્ષક,ક્લાર્ક અને આચાર્ય સહિત નવ બીએલઓ ફાળવેલ બુથ પર હાજર ન રહ્યા હોય તેમજ તાલીમમાં પણ ગેરહાજર રહ્યા હતાં.તથા મતદાર યાદીમાંથી હાજર થવા અંગેની વારંવાર સુચના છતા ગેરહાજર રહેતા મામલતદાર દ્વારા નવની તાત્કાલીક ધરપકડ કરી મામલતદાર કચેરીમાં હાજર કરવા પકડ વોરંટ પોલીસ સમક્ષ રજુ કરાયું છે.

    દ્વારકા જિલ્લાના 81 ખંભાળિયા મતદાર વિસ્તારમાં હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

    જેમાં તાલુકાના ગામડામાં મતદારયાદી સુધારણામાં મામતદાર કચેરી દ્વારા બુથ લેવલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવી છે.અને ફાળવેલ બુથ પર હાજર રહી મતદાર લગત ફોર્મ સ્વીકારવાની તેમજ અન્ય આનુસંગિક કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે.છતા સુચનાનો અનાદર કરીને તા.16/9 ના રોજ તાલુકાના નવ બુથ કેન્દ્રો પર શિક્ષણ વિભાગના શિક્ષક,આચાર્ય અને ક્લાર્ક સહિત નવ કર્મીઓ ગેરહાજર રહ્યા હતાં.અને બીએલઓ રજીસ્ટર,નવા ફોર્મ અને અન્ય જરૂરી સાહિત્ય સ્વીકાર્યું ન હતું.પરિણામે નવ બુથ પર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કામગીરીમાં વિક્ષેપ થયો હતો. તાલુકાના બુથ પર ગેરહાજર રહેલ નવ કર્મીઓને કચેરીમાં હાજર થવા મતદારયાદી શાખામાંથી વારંવાર સુચના આપવા છતા રૂબરૂ હાજર થયા ન હતાં.અને મતદારયાદી સુધારણા કાર્યક્રમની રાષ્ટ્રિય કામગીરીનો અનાદર કરવા સબબ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950 ની કલમ-32ને ધ્યાને લઇ મામલતદાર કચેરી દ્વારા નવ કર્મીઓને તાત્કાલીક પકડીને કચેરી સમક્ષ હાજર કરવા પોલીસને વોરંટ બજવતા શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending