બાઇક સાંઢ સાથે અથડાતાં તરુણનું મોત

નંદાણા પાસે મોટરસાઇકલ સ્પીડમાં હોય સાંઢ સાથે અથડાઇને પુલ નીચે ખાબક્યુ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - બાઇક સાંઢ સાથે અથડાતાં તરુણનું મોત
કલ્યાણપુરના નંદાણા નજીક મોટરસાયકલ સાંઢ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેસેલા તરૂણનું મોત નિપજયું છે. જયારે ચાલક પણ ધવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મોટરસાયકલ સ્પીડમાં હોય સાંઢ સાથે અથડાઇને પુલ નીચે ખાબકયું હતું. કલ્યાણપુરના લીંબડી ગામે રહેતો યોગેશ મોહનભાઇ નકુમ(ઉ.વ.14) ગત 6 સપ્ટેમ્બરના દીનેશભાઇ જેશાભાઇ રાઠોડ સાથે મોટરસાયકલ (નં.જીજે-37-ડી-9735 )પર કોઇ કામ માટે જતો હતો. આ દરમ્યાન દીનેશભાઇએ મોટર સાયકલ પૂરઝડપે ચલાવતા હોય નંદાણા નજીક મોટાપુલ પાસે સાંઢ સાથે અથડાતા મોટરસાયકલ પુલ પરથી નીચે પડી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાયકલમાં પાછળ બેસેલા યોગેશને ગંભીર ઇજા જયારે ચાલક દીનેશને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં સારવાર દરમ્યાન યોગેશનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતક યોગેશના પિતા મોહનભાઇ લખમણભાઇ નકુમે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક દીનેશ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોરીમાર્ગો પર પણ ઢોરના ત્રાસને કારણે વારંવાર સર્જાતાં જીવલેણ અકસ્માત

દેવભૂમિ દ્રારકા જિલ્લામાં તાલુકા મથકોમાં રખડતા ઢોરના ત્રાસે માઝા મૂકી છે.જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ આવાગમનમાં પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.આટલું જ નહીં રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માતના બનાવનું પ્રમાણ પણ વધ્યું છે,પરંતુ સ્થાનિક તંત્ર દ્રારા કોઇ પગલાં લેવામાં આવતા નથી જેનો ભોગ આમ નાગરિક બની રહ્યા છે.આ સ્થિતિમાં હવે ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોરના અડીંગાને કારણે જેના કારણે જીવલેણ અકસ્માતના બનાવો બની રહ્યા છે.

X
Jamnagar - બાઇક સાંઢ સાથે અથડાતાં તરુણનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App