• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - જામકંડોરણામાંથી 6 દિવસ પહેલા ગુમ બાળકનું કાલાવડ પાસે ડેમમાં ડૂબતાં મોત

જામકંડોરણામાંથી 6 દિવસ પહેલા ગુમ બાળકનું કાલાવડ પાસે ડેમમાં ડૂબતાં મોત

કાલાવડ પંથકના દાદર ગામના ડેમમાંથી મૃતદેહ સાંપડયો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jamnagar - જામકંડોરણામાંથી 6 દિવસ પહેલા ગુમ બાળકનું કાલાવડ પાસે ડેમમાં ડૂબતાં મોત
રાજકોટ તાલુકાના જામકંડોરણા ગામેથી 6 દિવસ પહેલાં ગુમ બાળકનું ડેમમાં ડૂબી જતાં મોત નિપજયું છે. ગુમ બાળકનો મૃતદેહ કાલાવડના પંથકના દાદર ગામના ડેમમાંથી સાંપડતા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જામકંડોરણામાં રહેતા નારણભાઇ પોપટભાઇ પીપરવાની વાડીમાં ખેતમજૂરી કરતા દીનેશભાઇ મોતી મુનીયાનો 12 વર્ષનો પુત્ર નીતીન છેલ્લાં છએક દિવસથી ગુમ થઇ ગયો હતો. જેની જાણ પોલીસમાં કરતા પોલીસે ગુમ નોંધ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમ્યાન નીતીનનો મૃતદેહ દાદર ગામના ડેમમાંથી મળી આવ્યો હતો. ડેમમાં ડૂબી જવાના કારણે નીતીનનું મોત થયાનું ખુલતાં પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોડપર ગામે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે

અન્ય બનાવમાં લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા અતુલભાઇ અમરશીભાઇ વાસ્કરા(ઉ.વ.22)નામના મજૂર યુવાને તા.15 ના કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિકકા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

X
Jamnagar - જામકંડોરણામાંથી 6 દિવસ પહેલા ગુમ બાળકનું કાલાવડ પાસે ડેમમાં ડૂબતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App