તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરની જૂની સોની બજારમાં ધડાકા સાથે શોર્ટસર્કિટથી અફરાતફરી

જામનગરની જૂની સોની બજારમાં ધડાકા સાથે શોર્ટસર્કિટથી અફરાતફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની જૂની સોની બજારમાં ધડાકાઓ સાથે વીજવાયરોમાં શોકસર્કીટ થતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.ફટકાડાની જેમ ધડાકા સાથે વીજવાયર તૂટતા વેપારીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.જો કે સદનસીબે જાનહાનિ અને મોટી દુધર્ટના ટળી હતી.

શહેરની જૂની સોની બજારમાં શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક કોઇ કારણોસર પીજીવીસીએલના વીજવાયરોમાં શોકસર્કીટ થયું હતું.ગણતરીની મીનીટોમાં જ વીજવાયરોમાં ધડાકા શરૂ થયા હતા અને આગ લાગી હતી.આટલું જ નહીં વીજવાયરો સળગીને તૂટીને નીચે પડતા વેપારીઓના જીવ તાળવે ચોટયા હતાં.સતત પાંચેક મીનીટ સુધી વીજવાયરોમાં ધડાકા સાથે બનેલા બનાવથી વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.બનાવની જાણ થતાં વીજકંપની દ્રારા તાકીદે વીજ પુરવઠો બંધ કરી વીજવાયરો રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.શોક સર્કીટના આ બનાવમાં સદનસીબે કોઇ જાનમાલનું નુકશાન થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...