તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકાના ચરકલા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતંુ મૂકી અજાણ્યા યુવાનનો આપઘાત

દ્વારકાના ચરકલા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતંુ મૂકી અજાણ્યા યુવાનનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા આપઘાત અને અપમૃત્યુના બનાવમાં યુવાન સહીત ત્રણએ જીવ ગુમાવ્યા છે.જેમાં દ્વારકા નજીક ચરકલા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતુ મુકી અજાણ્યા યુવાને આયખું ટુંકાવ્યુ હતુ. જયારે સલાયામાં મહીલાએ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકા નજીક ચરકલા ફાટક પાસે રેલ્વે ટ્રેક પર કોઇ અજાણ્યા લગભગ 40થી45 વર્ષની વયના યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની જાણ થતા દ્વારકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલ ખસેડીને અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ખંભાળીયા તાલુકાના સલાયા ગામે રેહતી મોમીનાબેન અલ્તાફભાઇ જાડેજા (ઉ.વ. 25) નામની પરીણીત યુવતિએ ગત તા.14ના રોજ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની વધુ તપાસ સલાયા પોલીસે હાથ ધરી છે.મૃતક યુવતિનો જીવ મુંઝાતો હોવાથી મનોમન મરી જવાના ખોટા વિચારો આવતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

દ્વારકા તાલુકાના ટોબર ગામની સીમમાં રહેતા રૂક્ષ્મણીબેન ગાંગાભા માણેક (ઉ.વ.80) નામની વૃધ્ધાને ઘરે રસોડામાં કોઇ ઝેરી સર્પ કરડતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલ લઇ જવાયા હતા.જયાં સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...