• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar સરગવાના વૃક્ષમાં રહેલા ઔષધીય ગુણોના લીધે જામપા દ્વારા આયોજન કરાયું

સરગવાના વૃક્ષમાં રહેલા ઔષધીય ગુણોના લીધે જામપા દ્વારા આયોજન કરાયું

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:30 AM IST
Jamnagar - સરગવાના વૃક્ષમાં રહેલા ઔષધીય ગુણોના લીધે જામપા દ્વારા આયોજન કરાયું
ભારતીય મઝદુર સંઘ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જામ્યુકો હસ્તની આંગણવાડીઓમાં આ દિવસે સરગવાના વૃક્ષો વાવવમાં આવ્યા હતાં અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આંગણવાડીઓમા સરગવાના વૃક્ષોનું વાવેતર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને જામ્યુકોની હસ્તકની આંગણવાડીઓમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. જેમાં સરગવાના વૃક્ષમાં રહેલા ઔષધીય ગુણોના લીધે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દરેક આંગણવાડીઓમાં બાળકોને અપાતા ભોજનમાં રોટલી, થેપલામાં સરગવાના પાનનો ઉમેરો કરવાની સુચના હોવાથી સરગવો સરળતાથી મળી રહે તેવા હેતુથી વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના વિભાગ મંત્રી સરસ્વતીબેન જેઠવા, િજલ્લા પ્રમુખ દયાબેન પરમાર, મંત્રી આરતીબેન વારા સહિત પદાધિકારીઓમાં નીનાબેન કોટેચા, શોભનાબેન ત્રિવેદી, જયષ્ઠાબેન દવે તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં.

X
Jamnagar - સરગવાના વૃક્ષમાં રહેલા ઔષધીય ગુણોના લીધે જામપા દ્વારા આયોજન કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી