તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar વૃંદાવન પાર્ક વિસ્તારમાં ગંદા પાણીના તલાવડાથી રોગચાળો ફેલાવાની ભીતિ

વૃંદાવન પાર્ક વિસ્તારમાં ગંદા પાણીના તલાવડાથી રોગચાળો ફેલાવાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં ગંદાપાણીના તલાવડાથી રોગચાળાની ભીતિ ઉભી થઇ છે.શહેરમાં ડેન્ગ્યુ,ચીકનગુનિયા,મલેરિયાનો રોગચાળો હોવા છતાં તંત્ર દ્રારા આ વિસ્તારમાં સફાઇ ન કરવામાં આવતા રોષે ભરાયેલા રહેવાસીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

શહેરમાં પટેલપાર્ક પાછળ કાલીન્દી શાળા પાસે આવેલા વૃંદાવન પાર્ક-2 વિસ્તારમાં છેલ્લાં ધણાં સમયથી ગંદા પાણીની રેલમછેલની ફરિયાદો જોરશોરથી ઉઠી છે.વળી,ખાડામાં ગંદા પાણીના ભરવાથી મચ્છર સહીત અન્ય જીવાતોનો ઉપદ્રવ ખૂબજ વધ્યો છે.જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ પર રોગચાળાનો ખતરો ઝંળુબી રહ્યો છે.હાલમાં શહેરમાં સામાન્ય તાવ,શરદી,ઉધરસ તેમજ ડેન્ગ્યુ,ચીકનગુનિયા,મલેરિયાનો રોગચાળો વકર્યો હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર દ્રારા સફાઇ ન થતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...