Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે

જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:30 AM

Jamnagar News - જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિત્તે પરંપરાગત વાએઝનું આયોજન સૈફી...

  • Jamnagar - જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે
    જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિત્તે પરંપરાગત વાએઝનું આયોજન સૈફી મસ્જીદમાં કરવામાં આવ્યું છે.આ વર્ષે જામનગરમાં વાએઝ કરવા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના ઘરના સભ્ય જનાબ યુનુસભાઇ સાહેબ વઝીરી દરરોજ સવારે ગમ ખ્વારા અંદાજમાં વાએઝ ફરમાવી દુનિયાના તમામ જીવ માટે સદભાવના અને દયાનો સંદેશો પાઠવી રહ્યા છે. દાઉદી વ્હોરા સમાજના દરેક વ્યકિત પોતાના ધંધા રોજગાર બંધ રાખી વાએઝનો લાભ લઇ રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અંજુમને મોહમદી દાઉદી વ્હોરા મોટી જમાત કમીટી અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીર : હસીત પોપટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ