તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ખીજડીયા પ્રાથમિક શાળા તથા કાંકરીયા પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાન

ખીજડીયા પ્રાથમિક શાળા તથા કાંકરીયા પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખીજડીયા પ્રાથમિક શાળા તથા કાંકરીયા પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાન મોડેલ પ્રેઝન્ટેશન હરીફાઇમાં ભાગ લીધો હતો અને સારો દેખાવ રહેતા સિલ્વર કેટેગરીમાં સ્થાન મળતા નંબર પ્રાપ્ત થયા હતાં અને બાળકોને સન્માનિત કરાયા હતાં. બાળકોએ રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં સિધ્ધિ મેળવી હતી.

ખીજડિયા પ્રાથમિક શાળાના દિપક લાલજીભાઈ ધારવિયા તથા કાંકરિયા પ્રાથમિક શાળા ખિમરાણાના ભગવાનજીભાઈ દેવજીભાઈ કટેશિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તાજેતરમાં તા. 22/23ના વીપનેટ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા માન્ય રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર ડીસ્ટ્રીક્ટ કડવા પાટીદાર કેળવણી મંડળ અને એ.પી.જે. અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટીસ્ટના સંયુક્ત ઉપક્રમે બીજો નેશનલ સાયન્સ ટેકનો ફેર 2018માં વિદ્યાર્થીઓએ મોડેલ પ્રદર્શનમાં સારો દેખાવ કરી સિલ્વર કેટેગરીમાં સ્થાન પ્રાપ્ત કરી નંબર મળતા આઈ.પી.એસ. મુંબઇના પ્રમુખ જે.જે. રાવલના હસ્તે સિલ્વર મેડલ આપી સન્માન કરાતા આ સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...