તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગર મહાપાલિકામાં શોપ ઇન્સ્પેક્ટર પર હુમલામાં ફરિયાદ

જામનગર મહાપાલિકામાં શોપ ઇન્સ્પેક્ટર પર હુમલામાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાપાલિકામાં શોપ ઇન્સપેકટરની કચેરીમાં ધસી આવેલા બે શખ્સોએ ઓફીસ બંધ કરી શોપ ઇન્સ્પેકટરનો મોબાઇલ ઝૂંટવી કરેલા હુમલા પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.પરંતુ આ પ્રકરણમાં પોલીસે ખુદ ફરિયાદી બની બંને શખ્સો સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર મહાનગરપાલિકામાં ગૂરૂવારે સાંજ સવા પાંચ વાગ્યાની આસપાસ શોપશાખામાં શોપ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ પાંડોર નામના કર્મચારી પોતાની કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક બે શખ્સો ધસી આવ્યા હતાં અને તેની ઓફીસમાં ધૂસી ઓફીસનો દરવાજો બંધ કરી ટેબલ પર પડેલો ઇન્સ્પેકટરનો મોબાઇલ ઝૂંટવી તેના પર હુમલો કર્યો હતો.

આ સમગ્ર બનાવના પગલે સિકયુરીટીના જવાનો દોડી આવ્યા હતાં અને બંને શખ્સોને પોલીસના હવાલે કરાયા હતાં. આ પ્રકરણમાં પોલીસે ખુદ ફરિયાદી બની મનપાની શોપ વિભાગની ઓફીસ પાસેથી કેતન ચંદુલાલ બારડ(ઉ.વ.38) અને મનોહસિંહ દોલુભા જાડેજા(ઉ.વ.35) જાહેરમાં પાસ પરમીટ વગર ગેરકાયદે કેફી પ્રવાહી પીધેલા મળી આવતા બંને શખ્સો સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...