તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બેડીમાં વૃધ્ધા પર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યાની

બેડીમાં વૃધ્ધા પર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડીમાં વૃધ્ધા પર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે.પુત્રની પત્ની રીસામણે ગઇ હોય તેણીને તેડવા જતાં મામલો બિચકતા આ હુમલો થયાનું ફરિયાદમાં જાહેર થયું છે.

બેડીમાં જન્નત ચોકમાં રહેતા આયશાબેન કરીમભાઇ વલીમામદ સોઢા(ઉ.વ.60)ના પુત્રની પત્ની બેડીમાં આઝમ ચોકમાં આવેલા તેના માવતરે રીસામણે બેઠી હોય તા.16ના રાત્રીના 7.30 વાગ્યા આસપાસ આયશાબેન પુત્રવધુને તેડવા ગયા હતાં.જયાં ઇસુફ આમદ ખોળ તેમજ અન્ય શખ્સોએ બોલાચાલી કરતા આયશાબેન ધેર પરત ફર્યા હતાં.બાદમાં ઇસુફ અને આમદ ઇસુફ ખોળ,અકબર ગની કકલ,જાફર ગની કકલ ચારેય આયશાબેનના ધેર ધસી આવ્યા હતાં અને લોખંડના પાઇપ વડે હુમલો કરી આયશાબેનના વાળ પકડી માર માર્યો હતો.બનાવ અંગે આયશાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...