તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ધોરાજીમાં લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજવામાં આવી

ધોરાજીમાં લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી ખાતે ભાજપની પોરબંદર, જુનાગઢ અને જામનગર લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજાઇ. જેમા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના ભાજપના પ્રદેશકક્ષાના હોદ્દેદારો ભાજપના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતાં. ધોરાજીની ગાંધીવાડી ખાતે ભાજપની પોરબંદર, જુનાગઢ અને જામનગર લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકનું પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડલીયા, ભીખુભાઈ દલસાણીયાના હસ્તે દિપ પ્રાગ્ટય કરીને બેઠકનો પ્રારંભ કર્યો હતો.

આ બેઠકમાં પોરબંદર, જામનગર અને જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદો રાજેશભાઈ ચુડાસમા, પુનમબેન માડમ, રાજયસભા સાંસદ ચુનીભાઈ ગોહિલ, ધારાસભ્યો, માજી સાંસદો, જિલ્લા ભાજપના અપેક્ષીત હોદેદારો અગ્રણીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...