તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા િજલ્લાની તમામ અદાલતોમાં લોકઅદાલત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં તા. 8 સપ્ટે.ના ફોજદારી સમાધાનપત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, લેબર તકરારના કેસ, જમીન સંપાદન કેસ, વીજળી અને પાણી બીલ તથા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ, (ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમના દાવા, વિશિષ્ટ દાદ અને કરાર પાલન) વગેરેના કેસ તથા અન્ય કેસ માટેની નેશનલ લોક-અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. લોક-અદાલત અંગે કોઈ પણ માહિતી મેળવવી હોય તો જિલ્લા કાનુની સેવા સતા મંડળના ફોન નં. 02833-233775 પર સંપર્ક કરવા તથા તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...