• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રોલ તાલુકાના જાયવામાં સ્થાનિક સમસ્યાના ભરડાથી લોકો ભારે ત્રાહીમામ

ધ્રોલ તાલુકાના જાયવામાં સ્થાનિક સમસ્યાના ભરડાથી લોકો ભારે ત્રાહીમામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ તાલુકાના જાયવામાં સ્થાનિક સમસ્યાના ભરડાથી લોકો ભારે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેમાં રસ્તાઓ, પાણી, ગટરોની સમસ્યાથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા છે અને અંગે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી સમસ્યા હલ કરવાની માગ કરી હતી.

ધ્રોલ તાલુકાના જાયવામાં રસ્તાઓ, પાણી અને ગટરોની સમસ્યા અત્યંત વિકટ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, જેમાં છેલ્લા દશ વર્ષની ગામની સ્થાનિક સમસ્યા ખુબજ કઠિન બની ગામમાં ભૂગર્ભ ગટરો ન હોવાથી ગંદકી ફેલાઈ રહી છે અને પાણીનો નિકાલ ન હોવાથી રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે તથા ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારીના અનેક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મોટી સમસ્યા પાણીની છે, જેમાં ઉનાળા જેવી સીઝનમાં ખેતરોમાં પાણી ખૂટી જતા હોવાથી ગામની મહિલાને દૂર સુધી પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે છે અને રોજિંદા જીવન ઉપયોગ પાણી માટે પાધરમાં આવેલ કૂવામાંથી સીંચીને ભરવું પડે છે.

આ ઉપરાંત જાયવામાં ગટરો ન હોવાથી શેરી-ગલીમાં પાણી વેડફાઇ રહ્યું છે, જેના કારણે પાણીનો નિકાલ ન થતા ગંદકી અને રોગચાળામાં વધારો થઇ રહ્યો છે તેમજ ઘણા લોકો હજુ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારીથી પડિત છે, રાજકોટ-જામનગરને જોડતો જાયવા તરફ જતો રસ્તો ખુબજ બદ્દતર હાલતમાં છે. આમ અનેક સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત થઇ જતા તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...