• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • અમરેલીમાં બજારમાં ખરીદી કરવા ગયેલી પુત્રીને પિતાએ માર માર્યો

અમરેલીમાં બજારમાં ખરીદી કરવા ગયેલી પુત્રીને પિતાએ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ચિત્તલ રોડ પર રહેતા શખ્સે તેની પુત્રી બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યારે તેનાથી અલગ રહેતા હોય મનદુખના કારણે લાફો મારીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ બાદ સગીરાએ તેના પિતા વિરૂદ્ધની અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના ચિત્તલ રોડ પર આવેલા એક શો-રૂમની પાસે આવેલ ગલીમાં રહેતી થેન્સી દિપક પરમાર (ઉ.વ.16) નામની સગીરા ગઇકાલે શહેરમાં ખરીદી કરવા માટે ગઇ હતી. અહી ટાવર રોડ પર સગીરાના પિતાએ કહ્યુ કે, તું એકલી કેમ ખરીદી કરવા માટે આવી તેમ કહીને લાફો મારી દીધો હતો. અને શખ્સે તેની પુત્રીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. આ બારામાં સગીરાએ તેના પિતા વિરૂધની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષે ઘડીયાળ રીપેરીંગની દુકાન ચલાવતા દિપકભાઇ જ્યંતિભાઇ પરમારે પોતાની પુત્રી થેમ્સી અને પાંચથી છ અજાણ્યા શખ્સો સામે પોતાની દુકાનમાં આવી પડીયાળ તથા મોબાઇલની લુંટ ચલાવી તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપવા સબબ સીટી પોલીસને ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...