ભાણવડ શહેરના કન્યા વિદ્યાલયમાં ચોરીનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દેવભુમિ દ્રારકા જિલ્લાના ભાણવડમાં આવેલા ઉમિયા કન્યા વિધાલયમાં ગત તા.3 ડીસે.ના બપોરથી તા.4 ડીસે.ની સવાર સુધીના સમય દરમ્યાન કોઇ ઇસમો જાળીનુ તાળુ તોડીને અંદર ધુસ્યા હતા અને કબાટ ખોલીને તેની અંદર રહેલા કાગળો વેરવિખેર કર્યા હતા.જોકે, તસ્કરોને કંઇ હાથ ના લાગતા ફોગટ ફેરો થયાનુ ખુલ્યુ છે.ચોરીના આ પ્રયાસ અંગે શાળાના કર્મચારી હિંમાશુભાઇની ફરીયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...