• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મોટી ખાવડીમાંથી 47 મોબાઇલની ઉઠાંતરી કરનાર બેલડી ઝડપાઇ

મોટી ખાવડીમાંથી 47 મોબાઇલની ઉઠાંતરી કરનાર બેલડી ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટીખાવડી પંથકના 20 મકાનને નિશાન બનાવી મોબાઇલની ઉઠાંતરી કરનારી તસ્કર બેલડીને એલસીબી પોલીસે પકડી રૂ.1,00,500ના 47 ચોરાઉ મોબાઇલ કબજે કરી પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

મોટી ખાવડી ગામની મુખ્ય બજારમાં ચોરાઉ મનાતા મોબાઇલ ફોનો વેંચવાની ફિરાકમાં બે શખ્સો પાર્થ હોટલ પાસે ઉભા હોવાની બાતમી મળતા દરોડો પાડી એલસીબી પોલીસે અસગર હારૂન કકલ અને સુલેમાન ઇકબાલ ભડાલાને આંતરી તલાશી લીધી હતી.

જેમાં રૂા.1,00,500ના 47 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.જે ચોરાઉ હોવાનુ કબુલતા પોલીસે ચોરાઉ મુદામાલ કબજે કરી બંને શખ્સોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી.પોલીસ પુછપરછમાં તેઓએ ઉપરોકત મોબાઇલ એક વર્ષમાં મોટીખાવડી પંથકમાં આવેલા વીશ જેટલા રહેણાંક મકાનોને નિશાન બનાવીને ચોરી આચરી હોવાનુ ખુલ્યુ હતુ.જેમાં બે રહેણાંક મકાનોમાં કિંમતી મોબાઇલ ફોન ઉપરાંત રોકડ રકમની પણ ચોરી કર્યાનુ કબુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...