• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સમસ્ત સતવારા જ્ઞાતિ સાર્વજનિક શૈક્ષણિક ટ્રસ્ટ શાળામાં પોલીસ ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજાય

સમસ્ત સતવારા જ્ઞાતિ સાર્વજનિક શૈક્ષણિક ટ્રસ્ટ શાળામાં પોલીસ ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા.15 ના માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક ક્ન્યા શાળામાં જામનગર પોલીસની ટ્રાફિક શાખા અને આરટીઓના સયુંક્ત ઉપક્રમે ટ્રાફિક નિયમો અને સુરક્ષિત માર્ગ પરિવહનની જાણકારી આપવામા આવી હતી. સેમીનારમા ટ્રાફિક શાખાના એએસઆઇ કાનજીભાઇ પનારા, એઆરટીઓ ચાવડાભાઇ, ઇન્સ્પેકટર વી.એમ. સોલંકી, પી.એમ. ચોધરી, એચ.આર.બારોટ વગેરેએ ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વિષે વિધાર્થીઓને માહિતગાર કર્યા હ્તા. શાળાના કો. ઓડી. પાર્થ વાડોલીયાએ પણ માર્ગ સુરક્ષા વિષે માર્ગદર્શન આપ્યું હતંુ. શાળાના પ્રમુખ પી.ડી.પરમાર , છાત્રાલયના મંત્રી વી.એલ ધારવિયા, ઉપ પ્રમુખ શાંતીભાઇ પરમાર ગ્રુહ માતા, શાળાના આચાર્ય હિતેશ જી નકુમ, સ્ટાફના ફેની એમ ભોજાણી, નીશા એચ નકુમ, ભારતી એમ મારૂ સહિત શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...