28 ઇમારતના પાર્કિંગમાં અનિયમિતતા, 5 ખુલ્લા કરાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાપાલિકાએ શહેરમાં 164 કોમર્શીયલ અને રહેણાંક બિલ્ડીંગના કરેલા સર્વેમાં 28 ઇમારતના પાર્કિંગમાં અનિયમિતતા જણાતાં 5 ઇમારતના પાર્કિંગ ખુલ્લા કરી રાખવામાં આવેલો માલસામાન જપ્ત કર્યો હતો.પાર્કિંગમાં વાહનો રાખવાને બદલે સ્ટોરેજ અને દબાણ કર્યાનું સર્વેમાં બહાર આવ્યું છે.

શહેરમાં કોમર્શીયલ અને રહેણાંક ઇમારતોમાં પાર્કિંગનો વાહનો રાખવાને બદલે અન્ય ઉપયોગ કરવામાં આવતા માર્ગો પર વાહનોના ખડકલાને કારણે ટ્રાફીકની સમસ્યાએ માઝા મૂકી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.જેના અનુસંધાને મનપા દ્વારા મુખ્ય માર્ગો પરના 164 કોમર્શીયલ અને રહેણાંક ઇમારતોનો સર્વે કરવામાં આવતાં 28 ઇમારતોમાં પાર્કિંગની અનિયમિતતા જણાઇ હતી.આથી આ ઇમારતોના પાર્કિંગ ખુલ્લા કરવાની કામગીરી મંગળવારથી એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

જેમાં રીલાયન્સ મોલ,વી માર્ટ,બ્લુ કલબ,એવન પ્લાઝા ઇમારતમાં પાર્કિંગમાં માલાસામાન પડયો હોય જપ્ત કરવામાં આવ્યો હતો.જયારે શરૂ સેકશન રોડ પર એસબીઆઇ ઇમારતમાં ચોકીદારે પાર્કિંગમાં તાળું મારી અંદર રહેતો હોય ખુલ્લું કરાવામાં આવ્યું હતું.

પાર્કિંગને ખુલ્લા કરવાની કામગીરી સતત ચાલુ રહેશે
જામ્યુકોના ટાઉન પ્લાનીંગ શાખાના સીટી ઇજનેર શૈલેષભાઇ જોશીએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં બહુમાળી ઇમારતોમાં જે પાર્કિંગ સર્વે દરમ્યાન બંધ મળી આવ્યા છે તે તમામ ખુલ્લા કરવાની કામગીરી સતત ચાલુ રહેશે. હજુ આ અંગે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...