થોડાક વરસાદે ખંભાળિયા વીજતંત્રની પોલ ખોલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયામાથોડાક વરસાદેજ વિજતંત્રની પોલ ખુલી જવા પામી છે. ઓંચીતા લાઇટ ખોરવાઇ જતા લોકો હાલાકીમા મુકાઇ જાય છે. તેમજ વેપારીઓના કોમ્યુટંર ને લગતા તમામ કામો ખોરંભાઇ છે. પ્રથમ વરસાદ થતા વીજપુરવઠો લાંબો સમય સુધી ખોરવાઈ જતાં લોકો ત્રાસી ગયા હતાં અને ઉપરાંત પરિસ્થિતિએ લોકોને અકળાવી મૂક્યા હતાં.

ખંભાળિયામાં રવિવારે સાંજે ધોધમાર મેઘમહેર વરસતાની સાથે શહેરનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. જે થોડા સમય ત્રૂટક-ત્રૂટક શરૃ થયો હતો, પરંતુ શહેરના પોશ વિસ્તારને સાંકળતો વીજપુરવઠો અવાર-નવાર આવન-જાવન વચ્ચે રાત્રિના અગિયારેક વાગ્યે પૂર્વવત થયો હતો.

પરિસ્થિતિ વચ્ચે અહિંની વીજ કચેરીનો લેન્ડલાઈન ફોન નો-રીપ્લાય અને સતત બીઝી મળતો હોવાના કારણે લોકો વીજપુરવઠા અંગેની કોઈ માહિતી મેળવી શક્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...