તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બેડીના આઝાદ ચોકમાં રહેતા અસગર અબ્બાસ ભગાડ(ઉ.વ.35) નામના યુવાનના

બેડીના આઝાદ ચોકમાં રહેતા અસગર અબ્બાસ ભગાડ(ઉ.વ.35) નામના યુવાનના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડીના આઝાદ ચોકમાં રહેતા અસગર અબ્બાસ ભગાડ(ઉ.વ.35) નામના યુવાનના કૌટુંબિક ભાઈ અફઝલ જાફર ભગાડે આઠેક મહિના પહેલા ત્યાં જ રહેતા નદીમ અબ્બાસ કુંગડાની પુત્રી અંઝુમ સાથે નિકાહ કર્યા હતા. આ બાબતે મનદુઃખ ચાલી રહ્યું હોય સોમવારે રાત્રીના બેડીમાં નદીમ,જાવિદ અબ્બાસ કુંગડા,નુરમામદ દાઉદ કુંગડાએ અસગર અને અબ્દુલ ઈબ્રાહીમ હાજી ભગાડ પસાર થતા હતા ત્યારે તેઓને આંતરી ધોકા વડે હુમલો કરી સોડા બોટલના છૂટા ઘા કર્યા હતા. આટલું જ નહીં અશગરભાઇના જૂથના ચાર મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. મારામારીના બનાવમાં પોલીસે બંનેપક્ષોની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...