તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર તાલુકાના જગામેડી ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આરઆરસેલે

જામનગર તાલુકાના જગામેડી ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આરઆરસેલે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના જગામેડી ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આરઆરસેલે દરોડો પાડી વાડીની ઓરડીમાં ચાલતું જુગારધામ પકડી પાડયું છે. આરઆરસેલે દરોડા દરમિયાન સાત શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.139500 કબજે કર્યા છે.

જગામેડી ગામે રહેતો અમરશી રઘુભાઇ ભીમાણી મેડી ગામે આવેલી પોતાના કબજા ભોગવટની વાડીના રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી રાજકોટ આરઆરસેલને મળી હતી. જેના આધારે આરઆરસેલે સોમવારે મોડીરાત્રીના 1.30 વાગ્યા આસપાસ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા અમરશી સહિત હાશમ કરીમ મોવર, અનવર જુસબ જામ, આમદ ઉર્ફે ડાડાભાઇ અલુભાઇ મોવર,યુસુફ આમદ ખેરાણી,કિશોર ઉર્ફે પુનાભાઇ મંગાભાઇ ઝાલાને રંગેહાથ પકડી પાડી રોકડા રૂ.139500 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...