• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સૌરાષ્ટ્રભરમાંહળવા ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારના જામનગર,લાલપુર,ખંભાળિયા,ભાણવડ,દ્રારકા,કલ્

સૌરાષ્ટ્રભરમાંહળવા-ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારના જામનગર,લાલપુર,ખંભાળિયા,ભાણવડ,દ્રારકા,કલ્યાણપુર તાલુકામાં ઝાપટા વરસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રભરમાંહળવા-ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારના જામનગર,લાલપુર,ખંભાળિયા,ભાણવડ,દ્રારકા,કલ્યાણપુર તાલુકામાં ઝાપટા વરસ્યા છે.પવનની ગતિ વધીને 60 કીમીએ પહોંચી છે.મહતમ તાપમાનમાં 2.4 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.

જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં શનિવારથી મીની વેકેશન શરૂ થતાં લોકો હરવા-ફરવા કયાં જવું તેની તૈયારીમાં લાગ્યા છે.પરંતુ પાંચ દિવસ હવામાન વિભાગે હાલાર સહીત સૌરાષ્ટ્રભરમાં હળવા-ભારે વરસાદની આગાહી કરી છે.આથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.આ સ્થિતિમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં જામનગર શહેર તેમજ લાલપુર,જામજોઘપુર,ખંભાળિયા,ભાણવડ,દ્રારકા,કલ્યાણપુર,ખંભાળિયામાં શ્રાવણી સરવડા વરસ્યા હતાં.વરસાદના ઝાપટાના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.

છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 30.8 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું.જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહયું હતું.પવનની ગતી વધીને 60 કીમી પ્રતિ કલાકે પહોંચતા મીની વાવાઝોડા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...