• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - ખંભાળિયાની મહિલા અને સોની વેપારી સહિત 6 જુગારમાં ઝબ્બે

ખંભાળિયાની મહિલા અને સોની વેપારી સહિત 6 જુગારમાં ઝબ્બે

દાત્રાણાની સીમમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Jamnagar - ખંભાળિયાની મહિલા અને સોની વેપારી સહિત 6 જુગારમાં ઝબ્બે
ખંભાળિયા તાલુકાના દાત્રાણાની પાદરોડીયા સીમમાં પોલીસે મકાનમાં ધમધમતું જુગારધામ પકડી પાડી ખંભાળિયાની મહીલા,સોની વેપારી સહીત 6 શખ્સોને જુગાર રમતા રંગેહાથ પકડી પાડયા હતાં.પોલીસે રોકડા 166500 સહીત રૂ.2.08 લાખની મતા કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાત્રાણા ગામની પાદરોડીયા સીમમાં રહેતો કેસુર પાલા ચાવડા તેમના બંધ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી.જેના આધારે સ્થાનિક પોલીસે મકાન પર દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન મકાનમાં જુગાર રમતા રિધ્ધીરાજ કીશોરભાઇ જોષી(રે.ખંભાળિયા),મયુર રામભાઇ લગારિયા(રે.વિરપર,કલ્યાણપુર),નીલેશ ધનજી વાયા(રે.ખંભાળિયા),ભાયા રાજશી બેરા(રે.સામોર),જગદીશ રસીકલાલ સોની(રે.ખંભાળિયા) અને મીનાબેન અમીતભાઇ જોશી(રે.ખંભાળિયા) રંગેહાથ ઝડપાયા હતાં.

આથી પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી રોકડા રૂ.166500 સહીત રૂ.208000નો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડા દરમ્યાન મકાન માલિક કેસુર ચાવડા મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

X
Jamnagar - ખંભાળિયાની મહિલા અને સોની વેપારી સહિત 6 જુગારમાં ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App