દેવળિયા ગામની સીમમાં પવનચક્કીમાં તોડફોડ

ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામની સીમમાં પવનચકકીમાં તોડફોડ કરી રૂ.1.32 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Jamnagar - દેવળિયા ગામની સીમમાં પવનચક્કીમાં તોડફોડ
ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામની સીમમાં પવનચકકીમાં તોડફોડ કરી રૂ.1.32 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.અજાણ્યા શખ્સોએ ટાવરના દરવાજા તોડી વાયર અને સ્પેરપાર્ટસ તોડી નાખ્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.

દેવળિયાની સીમમાં આવેલા વીન્ડો વર્લ્ડ ઇન્ડીયન બી કંપનીના પવનચકકીના ટાવરમાં ગત તા.27 અને 28 ફેબ્રુઆરીના લોકેશન નં.223 પર ટાવરનો દરવાજો તોડી રૂ.12000નો કેબલ પરનો કોપર વાયર,રૂ.20000ના સ્પેરપાર્ટસ જયારે લોકેશન નં.224 પર 35 થી 40 મીટર વાયર કીં.રૂ.22000 અને રૂ.30000ના સ્પેરપાર્ટસનું નુકશાન કર્યું હતું.જયારે લોકેશન નં.179 માં પવનચકકી ટાવર સામે દરવાજો તોડી કેબલ પરનો કોપર વાયર આશરે 30 મીટર કી.રૂ.18000 તથા ટાવરના ગેઇટ અને સ્પેરપાર્ટસ મળી રૂ.30000ની નુકશાની,લોકેશન નં.160 પર એલ્યુમીનીયમની ફ્રેમ તોડી રૂ.5500ની નુકશાની કરી હતી.બનાવ અંગે કરશનભાઇ ભીમાભાઇ જોગલ અને ખીમાભાઇ અરશીભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Jamnagar - દેવળિયા ગામની સીમમાં પવનચક્કીમાં તોડફોડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App