• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા ઘરોના સર્વેલન્સની કાર્યવાહી શરૂ

જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા ઘરોના સર્વેલન્સની કાર્યવાહી શરૂ

12 આરોગ્ય કેન્દ્રોની 80 ટીમો દ્વારા કામગીરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Jamnagar - જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા ઘરોના સર્વેલન્સની કાર્યવાહી શરૂ
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા હાલ શહેરમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રણ કરવા અને જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધી રહયું છે .તેને અટકાવવા માટે અને તંત્ર દ્વારા શહેરમાં ઘરોના સર્વેલન્સની કાર્યવાહી તથા રોગોથી બચવા માટેના ઉપાયો અંગે આરોગ્ય શાખાની ટીમો દ્વારા ઘરે-ઘરે જઇ પત્રિકા વિતરણ તથા અારોગ્ય અંગે શિક્ષણ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા રોગોના નિયંત્રણ માટે શાખા હસ્તકના 12 અારોગ્ય કેન્દ્રોની 80 ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહયું છે. જેમાં અંદાજીત સાત હજાર જે ટલા ઘરોમાં સર્વેલન્સ કરી મળી અાવતા કેસોમાં સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત સોલીડ વેસ્ટ શાખાના સંકલથી સફાઇ તથા દવા છંટકાવ અંગેની કામગીરી કરાઇ રહી છે તથા વાહકજન્ય રોગોના પોઝીટીવ કેસમાં સર્વેલન્સ, એન્ટીલાર્વલ કામગીરી, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ છે.

શહેરમાં હરવા-ફરવાના સ્થળાેએ મચ્છરોના ભારે ઉપદ્રવથી શહેરીજનો પરેશાન

જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે અને જેમાં રાત્રીના સમયે મોટા પ્રમાણમાં મચ્છરોના ત્રાસથી શહેરીજનો હરવા-ફરવા સહિતના સ્થળોએ બેસી શકતા નથી અને આવા ઉપદ્રવને લીધે બાળકોમાં ડેન્ગ્યુના રોગ થવાની ભિતી સેવાઇ રહી છે.

રોગોથી બચવા આટલું કરવું જરૂરી

ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, પાણીના ખાબોચીયા કે સ્થગિત પાણી જોવા મળે તો પાણી વહાવી દેવું કે ખાડા ખાબોચીયા બુરી દેવા, પાણીના તમામ પાત્રો ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, રાત્રે સુતી વેળાએ મચ્છરદાની સહિતનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા શહેરીજનોને જણાવવામાં આવ્યું છે.

X
Jamnagar - જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા ઘરોના સર્વેલન્સની કાર્યવાહી શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App