Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - ખંભાળિયામાં વાતાવરણમાં પલટો, બે કલાકમાં એક ઇંચ વરસાદ

ખંભાળિયામાં વાતાવરણમાં પલટો, બે કલાકમાં એક ઇંચ વરસાદ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:26 AM

વરસાદ હળવા ભારે ઝાપટાંથી માર્ગો પર પાણી ફરી વળ્યાં જામજોધપુરમાં હળવા ઝાપટા:અન્ય તાલુકા કોરાધાકોડ

  • Jamnagar - ખંભાળિયામાં વાતાવરણમાં પલટો, બે કલાકમાં એક ઇંચ વરસાદ

    જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આ વર્ષે મેધરાજ મન મૂકીને ન વરસતા અપૂરતો વરસાદ થયો હોય હજુ લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.પરંતુ મેધરાજા સતત હાથતાળી આપતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.આ સ્થિતિમાં રવિવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ખંભાળિયા પંથકમાં ઘટાટોપ વાતાવરણ છવાયું હતું અને થોડી મીનીટોમાં ઝમાઝમ વરસાદ વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધી હળવા ભારે ઝાપટાનો સિલસિલો યથાવત રહેતા એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.

    ઉભી મોલાત માટે ભારે આશીર્વાદ રૂપ આ વરસાદ એ નગરજનો અને ધરતીપુત્રો ને ખુશ ખુશાલ કરી દીધા છે.જામજોઘપુરમાં પણ બપોરે 4 થી 6 દરમ્યાન વરસાદના હળવા ઝાપટા પડયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending