ખંભાળિયામાં જૂની ઇમારતો જર્જરિત, તંત્ર નિદ્રાધીન

શહેરમાં અનેક બિસમાર ઇમારતો અને ઝરુખાઓ પડંુપડું હાલતમાં

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Jamnagar - ખંભાળિયામાં જૂની ઇમારતો જર્જરિત, તંત્ર નિદ્રાધીન
દેવભુમિ દ્વારકાના વડુમથક ખંભાળિયામાં અનેક પૌરાણિક ઝરૂખાઓ અને ઇમારતો જર્જરિત પડુપડુ હાલતમાં દ્રશ્યમાન થઇ રહી છે. છતા પણ તંત્ર એક બીજા વિભાગ પર ખો કરીને તમાશો નિહાળી રહ્યું છે. શહેરમાં અનેક ઇમારતો ધરાશાયી થાય તેવી હાલતમાં દ્રશ્યમાન છે તેમજ રાજાશાહી વખતના પ્રાચિન ઝરૂખાઓ (પ્રવેશદ્વાર) જર્જરિત બન્યા છે.ગમે ત્યારે ધરાશાયી થાય તો મોટી જાનીહાની થવની હાલતમાં છે. છતા પણ નિદ્રાહીન તંત્ર નિભંરતા છોડતુ નથી. જ્યારે પાલિકા તંત્ર અને પૂરાતત્વ વિભાગ એક બીજા પર ખો આપી રહ્યું છે.

ખંભાળિયામાં પૌરાણિક અનેક પૌરાણિક ઇમારતો આવેલી છે. શહેરમાં રજવાડા વખતના બંધાયેલા ઝરૂખાઓ હાલમાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે જર્જરિત બન્યા છે. બીજી બાજુ પાલીકા હસ્તક આવતી ઇમારતો પણ પડુપડુ હાલતમાં છે. છતા પણ પાલિકા તંત્ર દ્વારા ઇમારતોને તોડી પાડવામાં આળસ દાખવાઇ રહી છે. શહેરના પાંચ આઠળી ચોક,સલાયા ગેટ,દ્વારકા ગેટ,ધોબી શેરી વિસ્તારમાં આવેલ ઇમારતો હાલ જર્જરિત હાલતમાં છે.જ્યારે દ્વારકા ગેટ પાસે એલસીબી ઓફીસ નજીકના ઝરૂખાની (પ્રવેશદ્વાર) ગમે ત્યારે ધરાશાયી થાય તેવી હાલતમાં છે. છતા પણ જવાબદાર તંત્રવાહકો મરામત કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યાં છે.શહેરમાં રાજાશાહી વખતના બંધાયેલા પ્રવેશદ્વારની જાળવણીના અભાવે ખંડેર હાલત થઇ છે.

અનેક ખુલ્લી વાવ આવેલી છે.જેના પરિણામે ખુલ્લી વાવમાં અનેક પશુઓ ગરકાવ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. છતા પણ તંત્ર દ્વારા ખુલ્લી વાવનું બુરાણ કાર્ય હાથ ધરવામાં નથી આવતું. મહત્વની બાબત એ પણ છે કે,એક પણ વાવમાં પાણીનો સ્ત્રોત ન હોવા છતા તંત્ર દ્વારા બુરાણકામ કરવામાં નથી આવ્યું.પરિણામે સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારમાં જોખમ ઝળુંબી રહ્યું છે.

સ્મારકોની જાળવણી કલેક્ટર હસ્તક છે...

સ્મારકોની જાળવણી અંગેની કલેક્ટરને સતા આપવામાં આવી છે.ખંભાળિયામાં કેટલી ઇમારતો જર્જરિત અને ઝરૂખા જર્જરિત છે તે અંગેની તમામ માહીતી કલેક્ટર કચેરીમાં ઉપલબ્ધ હોય છે. આમ એક બીજા પર ખો ઢોળતા હાલ જર્જરિત ઝરૂખાઓની જાળવણીની જવાબદારી કોની છે તે પ્રશ્ન ઉદભવ્યો છે. સુરેશ શાહ, પુરાતત્ત્વ વિભાગ

સરવેની કામગીરી હેઠળ નોટિસ અપાઇ

ઇમારતો અંગેનો સર્વે ચાલી રહ્યો છે.આસામીઓને નોટીશ ફટકારીને ઇમારતો પાડવા જણાવાયું છે.જ્યારે ઝરૂખા અંગેની પુરાતત્વ પાસે માહીતી માગી છે. અશ્વિન ગઢવી, ચીફ ઓફિસર

X
Jamnagar - ખંભાળિયામાં જૂની ઇમારતો જર્જરિત, તંત્ર નિદ્રાધીન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App