Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં સરાજાહેર વૃધ્ધને માર મારી રૂ.15000ના મોબાઇલની લૂંટ

જામનગરમાં સરાજાહેર વૃધ્ધને માર મારી રૂ.15000ના મોબાઇલની લૂંટ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:25 AM

ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર બનેલા બનાવથી શહેરમાં ચકચાર લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા બે અજાણ્યા શખ્સો સામે...

  • Jamnagar - જામનગરમાં સરાજાહેર વૃધ્ધને માર મારી રૂ.15000ના મોબાઇલની લૂંટ
    જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર વૃધ્ધને માર મારી રૂ.15000ના મોબાઇલની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થઇ જતાં ભારે ચકચાર જાગી છે. બનાવ અંગે પોલીસે લૂંટ કરનાર બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં ખોડીયાર કોલોનીમાં રહેતા મૂળજીભાઇ લાલજીભાઇ ગજજર(ઉ.વ.67) તા.15/8ના સવારે 6.40 વાગ્યાની આસાપાસ સુમેર કલબ સામે એસટી રોડ પર જતાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં અને મૂળજીભાઇને ઢીકા પાટુનો માર મારી મૂળજીભાઇનો રૂ.15000ના મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. બનાવ અંગે મૂળજીભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.લૂંટના બનાવની 20 દિવસ બાદ ફરિયાદ નોંધાતા અનેક સવાલ ઉઠયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending