નિકાવામાં પતિએ છરીથી પત્નીનું નાક વાઢી લીધું

Jamnagar - નિકાવામાં પતિએ છરીથી પત્નીનું નાક વાઢી લીધું

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:25 AM IST
કાલાવડ તાલુકાના નીકાવા ગામે શાક મામલે બોલાચાલી થતાં પતિએ છરીથી પત્નીનું નાક કાપી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર નીકાવામાં રહેતો અને મજૂરી કામ કરતો લક્ષ્મણ પુનાભાઇ વાજલીયા(ઉ.વ.50)ની પત્ની જશુબેને તા.8 ના રાત્રીના ભોજનમાં રીંગણા બટેકાનું શાક બનાવ્યું હતું. પરંતુ લક્ષ્મણે નોનવેજ શાક ખાવું છે ગમે ત્યાંથી લઇ આવવાની જીદ કરતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી.આથી લક્ષ્મણે ઉશ્કેરાઇને જસુબેનને માર મારી છરી વડે તેણીનું નાક કાપી ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે જસુબેને ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ષ્મણ સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

X
Jamnagar - નિકાવામાં પતિએ છરીથી પત્નીનું નાક વાઢી લીધું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી