Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં યોજાશે મોદક સ્પર્ધા, બહેનો પણ લાભ લેશે

જામનગરમાં યોજાશે મોદક સ્પર્ધા, બહેનો પણ લાભ લેશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:25 AM

Jamnagar News - બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે આયોજન સ્પર્ધા ત્રણ વિભાગમાં બાળકો, ભાઇઓ તથા બહેનોનો સમાવેશ

  • Jamnagar - જામનગરમાં યોજાશે મોદક સ્પર્ધા, બહેનો પણ લાભ લેશે
    જામનગર શહેરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સતત 11માં વર્ષે ઓપન સાૈરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયેાજન તા. 13ના સવારે 11 વાગ્યે ગીતા વિદ્યાલય, કેવી રોડમાં કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં કુલ ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.

    શહેરના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઓપન મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ છે. જેમાં ત્રણ વિભાગમાં બાળકો 4 થી 13 વર્ષ, ભાઇઓ 13 વર્ષથી ઉપર તથા બહેનો આમ ત્રણ વિભાગ રાખવામાં આવ્યા છે.

    આ સ્પર્ધાના ફોર્મ તા. 12 સુધીમાં સાંજ સુધીમાં ભરીને દુધગંગા ડેરી ફોર્મ સુમેર કલબ રોડ, શ્રીકાંત પ્રોવિઝન સ્ટોર્સ ગુરૂદ્વારા સામે તથા મેડીકલ કેન્ટીન મેડીકલ કોલેજ કેમ્પસમાં આપવાના રહેશે અને વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ આનંદ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ