• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - જામજોધપુરમાં મિત્ર સાથે વાડીએ ગયેલા તરુણનું કૂવામાં પડી જતાં મોત

જામજોધપુરમાં મિત્ર સાથે વાડીએ ગયેલા તરુણનું કૂવામાં પડી જતાં મોત

પ્રેમિકાની અન્ય યુવાન સાથે સગાઇ થતાં પ્રેમીનો આપઘાત

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:25 AM
Jamnagar - જામજોધપુરમાં મિત્ર સાથે વાડીએ ગયેલા તરુણનું કૂવામાં પડી જતાં મોત
જામનગરમાં જય ભગવાન સોસાયટીમાં રહેતો અને ઠંડાપીણાની એજન્સીનો ધંધો કરતો હીરેન રસીકભાઇ કુડેચા નામનો 16 વર્ષનો તરૂણ તા.8 ના તેમના મિત્ર સાથે જામજોઘપુરમાં ચંદુભાઇની વાડીએ આટો મારવા ગયા હતાં.આ દરમ્યાન વાડીમાં આવેલા કુવા પાસે હીરેન ઉભો હતો ત્યારે અચાનક પગ લપસતા તે કુવામાં પડી જતાં ડૂબી જવાથી શ્વાસ રૂંધાતા તેનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે શૈલેષભાઇ ડાભીએ જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી જઇ હીરેનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો હતો.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં ઓખા આર.કે.બંદરે શિવકૃપા દંગામાં રહેતો અને મજૂરી કામ કરતો ભરત બાબુભાઇ મકવાણા(ઉ.વ.23)ને સોનલ નામની સ્ત્રી સાથે પ્રેમ થયો હોય પ્રેમિકાની અન્ય યુવાન સાથે સગાઇ થઇ હતી.આથી પ્રેમિકાએ દગો દીધો હોય મનમાં લાગી આવતા ભરતે તા.8 ના ધેર આપધાત કરી લીધો હતો. જામનગરમાં શનિવારે મોડી સાંજે પ્રકાશ ચંદુલાલ રામનાણી(ઉ.વ.34)નામના યુવાને સસોડ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક યુવાને મોબાઇલની દુકાન શરૂ કરી હોય જે ન ચાલતા બંધ કરી ધરે મોબાઇલ અને હેન્ડસ ફ્રી વેચતો હોય આર્થિક તંગીને કારણે ડેમમાં ઝંપલાવી આપધાત કર્યાનું ખુલ્યું છે.

X
Jamnagar - જામજોધપુરમાં મિત્ર સાથે વાડીએ ગયેલા તરુણનું કૂવામાં પડી જતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App