જી.જી.માં 160 CCTV કેમેરા: મોટાભાગના બંધ

સલામતી જોખમાઇ | હોસ્પિટલમાં પાર્કિંગ સામે જ તિસરી આંખની નજર ન હોવાથી તસ્કરોને ખુલ્લુ મેદાન નો-પાર્કિંગ...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:25 AM
Jamnagar - જી.જી.માં 160 CCTV કેમેરા: મોટાભાગના બંધ
જામનગરની જી જી હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વંટોળમાં આવી રહી છે.તંત્ર દ્વારા દર્દિઓની સુવિધાને લઇને પણ અનેક પ્રશ્નો દર્દિઓમાં ઉઠ્યા છે.હોસ્પિટલના જવાબદાર સતાધિશોના અણઘડ વહીવટને કારણે અનેક વખત લિફ્ટો અને ઇલેક્ટ્રોનીક સાધનો તેમજ લોહીના પૃથ્થુકરણ માટેના મશીનો બંધ હાલતમાં જોવા મળતા હોય છે.અણઘડ વહીવટને સાબિત કરતા હોસ્પિટલના પાર્કિંગ ઝોન પર ચાપતી નજર રાખવા મુખ્ય પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા જ નથી.જ્યારે હોસ્પિટલમાં 160 સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.જેમાંથી મોટાભાગના કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે.પરિણામે વાહનચોર તસ્કરોને ખુલ્લું મેદાન મળી રહ્યું છે.

હોસ્પિટલમાં સુરક્ષા માટે હોસ્પિટલ અંદર તેમજ પાર્કિંગથી દુર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે.પરંતુ મહત્વની બાબત એ છે કે,પાર્કિંગ ઝોન પર એક પણ સીસીટીવી કેમેરાની ચાપતી નજર નથી.પરિણામે પાર્કિંગમાંથી વાહનોની ચોરીની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઇ છે.હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પર સીસીટીવી મુકવામાં આવ્યા છે.તેમજ પ્રવેશદ્વારની સામે સીસીટીવી મુકવામાં આવ્યા છે.પરંતુ પાર્કિંગ ઝોન પર સતત તીસરી આંખની નજર રહે તે માટે તંત્રએ એક પણ સીસીટીવી કેમેરાની મુખ્ય ગેઇટ પર વ્યવસ્થા કરી નથી.હોસ્પિટલમાં કુલ 160 સીસીટીવી કેમેરા પૈકીના મોટાભાગના વોર્ડમાં વોર્ડમાં તો સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.અને તંત્ર દ્વારા રટણ રટવામાં આવી રહ્યું છે કે,પાવર સપ્લાઇના કારણે બંધ છે,છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડમાં કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.છતા પણ રિપેરીંગ કરવા તંત્ર દ્વારા તલાશી લેવામાં નથી આવી રહી.

હોસ્પિટલના પાર્કિંગ ઝોનમાંથી એક માસમાં ચાર વાહનોની ઉઠાંતરી

હોસ્પિટલના પાર્કિંગ ઝોન પર સીસીટીવી કેમેરાની ચાપતી નજર ન હોવાથી અનેક બાઇકચોરીની ફરિયાદો પોલીસમાં નોંધાઇ છે.જ્યારે છેલ્લા એક માસમાં કુલ ત્રણ વ્હીકલ અને શનિવારે કેસબારીમાં ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીની સાઇકલ હેન્ડીકેપ પાર્કિંગમાંથી ચોરાય હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

હોસ્પિટલના વિભાગોમાં તપાસ કરીને સીસીટીવી મુકાશે: મેડિકલ ડીન

જી જી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરીટેન્ડન્ટ અને મેડીકલના ડીન ડો.નંદની દેસાઇ સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે,સીસીટીવી કેમેરા બંધ હોવા અને મુખ્ય પ્રવેશદ્વાર પર ન હોવા તે ગંભીર બાબત છે.તાકિદે તપાસ કરીને મુખ્યદ્વાર પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે.

X
Jamnagar - જી.જી.માં 160 CCTV કેમેરા: મોટાભાગના બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App