Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - ભારતબંધને પગલે જામનગરમાં શાળા-કોલેજો સજ્જડ બંધ રહેશે

ભારતબંધને પગલે જામનગરમાં શાળા-કોલેજો સજ્જડ બંધ રહેશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:25 AM

પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં કોંગ્રેસનું બંધનું એલાન

  • Jamnagar - ભારતબંધને પગલે જામનગરમાં શાળા-કોલેજો સજ્જડ બંધ રહેશે
    પેટ્રોલ-ડીઝલના ભડકે બળતાં ભાવના વિરોધમાં કોંગ્રેસ અને સાથી પક્ષોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે.જેના પગલે જામનગરમાં શાળા-કોલેજો બંધ રહેશે.બીજીબાજુ ભારતબંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે લોકોને અનુરોધ કર્યો છે.

    શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ નિવેદનમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં સતત ધટાડો થવા છતા ભારત સરકારની નાકામ નીતિના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે.જેના કારણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ મોંધી બનતા સામાન્ય અને ગરીબ માણસો ત્રાહીમામ પોકારી ગયા છે.ત્યારે સરકારની ખેડૂત અને સામાન્ય તથા ગરીબ માણસ વિરોધી નીતિના વિરોધમાં સોમવારે ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે.જેને જામનગરની શાળા કોલેજોએ ટેકો આપતા સોમવારે બંધ રહેશે તેમ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસની યાદીમાં જણાવ્યું છે. શાળા-કોલેજ બંધ રાખવા પાછળ બાળકોની સલામતીનો મુદ્દો પણ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ